– તંત્ર દોડતું થઇ ગયું
– ભુજમાં સ્મૃતિવન, અંજારમાં વીર બાળ ભૂમિ સ્મારકનું લોકાર્પણ કરશે : મોડકૂબામાં નર્મદા નીરના વધામણા કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભુજમાં સ્મૃતિવન સહિતના ડ્રિમ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવા આવતા મહિને (મે મહિનાની મધ્યમાં) કચ્છ આવશે તેની સાથે મોડકૂબામા નર્મદાના નીરનાં વધામણાં અને અંજારમાં વીર બાળભૂમિ સહિતના મહત્વકાંક્ષી પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરશે. હાલના તબક્કે નિર્ણય લેવાઈ ચૂક્યો છે જો કે સમગ્ર કાર્યક્રમ અને મુલાકાતને લઈને ઔપચારિકતા બાકી છે.
ભુજમાં ભુજીયા ડુંગરની તળેટીમાં નિર્માણ પામેલ સ્મૃતિવનનું મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે,ઐતિહાસિક ડુંગરની તળેટીમાં, રમણીય અને પર્યટક સ્મૃતિવનનું નિર્માણ થઈ રહ્યું છે જે પ્રવાસીઓ માટે નવા આકર્ષણનું કેન્દ્ર બનશે.વર્ષ 2001માં આવેલા ભૂકંપમા મૃત્યુ પામેલા લોકોની યાદમાં બનેલા સ્મૃતિ વનમાં ચેકડેમ, સનસેટ પોઈન્ટ, વોક-વે, મ્યુઝિયમ, વૃક્ષારોપણ, સોલાર પ્રોજેકટ,લાઇટિંગ,પાર્કિગ, રોડ રસ્તા સહિતના વિકાસકામો પૂર્ણ થઈ ચૂક્યા છે.
બીજીતરફ ભૂકંપના બાળ શહીદોની સ્મૃતિમાં અંજારમાં બની રહેલું વીર બાળભૂમિ સ્મારકનું કામ પૂર્ણતાના આરે પહોંચતા તેને પણ પ્રધાનમંત્રીના હસ્તે ખુલ્લું મૂકાશે. કચ્છમાં પહેલી વખત રાપરમાં નર્મદાના નીરનાં વધામણાં કર્યા બાદ વર્ષ 2017માં ભચાઉમાં પમ્પિંગ સ્ટેશન ખુલ્લું મુકનારા વડા પ્રધાન હવે માંડવીના મોડકૂબા ખાતે નર્મદાના નીરનાં વધામણાં પણ કરશે.આ સાથે અન્ય પ્રોજેક્ટોનું પણ તેમના હસ્તે લોકાર્પણ અને શરૂઆત થાય તેવા સંકેત જોવાઈ રહ્યા છે. પીએમી કચ્છ મુલાકાતને લઈને વહીવટીતંત્ર દોડતું થઇ ગયું છે. જો કે હજુ સત્તાવાર જાહેરાત કરાઈ નથી.
Leave a Reply