અદાણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટનો ૫મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો

કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટના ગૃપ પ્રેસિડેન્ટ અને મેનેજીંગ ડાયરેકટર શ્રી નિલેશ શાહના મુખ્ય મહેમાનપદે યોજાયેલા પદવીદાન સમારોહમાં દેશની વિખ્યાત ઇ એન્ડ વાય,અરવિંદ સ્માર્ટ સ્પેસીઝ, પીડબલ્યુસી, ટીસીએસ, ડેલોઇટ અને અદાણી ગૃપમાં સફળતાપૂર્વક સ્થાન પામેલા ૬૨ ડિપ્લોમાંની ડીગ્રી મેળવનાર વિદ્યાર્થીઓને પદવી એનાયત

અદાણી ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ (AIIM)ના ઉપક્રમે ૨૦૧૯-૨૧ બેચના વિદ્યાર્થીઓનો પાંચમો  પદવીદાન સમારોહ ગત સપ્તાહના અંતમાં યોજાયો હતો. ઓલ ઇન્ડીયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એન્યુકેશન (એઆઇસીટીઇ)ની માન્યતા પ્રાપ્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ અને લો એવા બે અનુસ્નાતક ડિપ્લોમાં મેનેજમેન્ટ અભ્યાસક્રમની  બેચને પદવી એનાયત કરવામાં આવી હતી.

કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટના ગૃપ પ્રેસિડેન્ટ અને મેનેજીંગ ડાયરેકટર શ્રી નિલેશ શાહ મુખ્ય મહેમાનપદે અને અદાણી ફાઉન્ડેશનના  અધ્યક્ષા ડો. પ્રિતી જી.અદાણી પદવીદાન સમારોહના પ્રમુખસ્થાને હતા. આ સમારોહમાં અદાણી ઇન્સ્ટિટ્યુટ ફોર એજ્યુકેશન એન્ડ રીસર્ચના નિયામક ડો.એમ.મુરુગાનંત, અદાણી સમૂહના વરિષ્ઠ અધિકારીઓ અને શિક્ષણ જગતના મહાનુભાવો હાજર રહ્યા હતા. ચાલુ વરસે ૬૨ વિદ્યાર્થીઓએ સ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે. વિશિષ્ટ વિદ્યાર્થીઓના પ્રયાસો અને હાંસલ કરેલી સિધ્ધિઓને આ પ્રસંગે ઇલ્કાબથી નવાજવામાં આવી હતી.   

ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજયુએટ ડિપ્લોમાં મેનેજમેન્ટમાં ઉત્કૃષ્ઠ દેખાવ કરનાર શ્રી રોહન નંન્દીને સુવર્ણ પદક એનાયત કરવામાં આવ્યો હતો. જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજયુએટ ડિપ્લોમાં મેનેજમેન્ટમાં ઉચ્ચ ગુણ પ્રાપ્ત કરનારા શ્રી પક્ષલ અદાણી, કુ.જુહી ગાંધી અને વંદીત જૈનને પ્રશસ્તિ પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા.

આ પદવીદાન સમારોહને સંબોધતા કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટના ગૃપ પ્રેસિડેન્ટ અને મેનેજીંગ ડાયરેકટર શ્રી નિલેશ શાહે જણાવ્યું હતું કે વૈશ્વિક અર્થકારણમાં ભારત નિર્ણાયક ભૂમિકા અદા કરે છે. વિકાસના હાર્દ સમાન આંતરમાળખાથી લઇ ડીઝીટલ માળખાની વૃધ્ધિ જબરદસ્ત છે. એમ શ્રી શાહે ઉમેર્યું હતું. “સ્નાતક વિદ્યાર્થીઓએ જે મૂલ્યો આત્મસાત કર્યા છે, અને આ વિદ્યાર્થીઓએ શોધેલા જ્ઞાનના અનેક ક્ષેત્રો તેઓને રાષ્ટ્રની પ્રગતિમાં યોગદાન આપવા માટે સજ્જ કરશે.” 

વિદ્યાર્થીઓને અભિનંદન આપતા સમારોહના પ્રમુખ અને અદાણી ફાઉનડેશનના અધ્યક્ષા ડો. પ્રીતી જી. અદાણીએ કહ્યુ હતું કે ” ઉત્પાદકતામાં વૃધ્ધિના ફાયદા અને માળખાકીય વિકાસને સમાવિષ્ટ અને સમાન બનાવવા માટે આપણું લક્ષ્ય ત્રિ-પાંખીય હોવું જરૂરી છે. જેમાં એક ટકાઉપણું અને ડિજિટલ રૂપાંતરણના સંદર્ભમાં નવા જમાનાની કૌશલ્યોની માંગ સાથે કર્મચારીઓના ઉચ્ચ

કૌશલ્યનો તાલમેલ અને આ કૌશલ્યની પુનઃસમીક્ષા થતી રહે, બીજું ઉત્પાદકતાની વૃધ્ધિ અને સર્વસમાવેશકતા માટે આંતરમાળખાના ક્ષેત્રમાં વધુ મહિલાઓને જોડવા માટે તેઓના સશક્તિકરણ અને ત્રીજું આગાહીયુક્ત, ભાવિ-લક્ષી અને નવા ક્ષેત્રોમાં વિસ્તરણ  જેવી બાબતોનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને શીખવવામાં અને તેમની કુશળતા શેર કરવામાં અમૂલ્ય યોગદાન બદલ ઉદ્યોગ નિષ્ણાતોને પ્રસશ્તિ પ્રમાણપત્રો પ્રદાન કરવામાં આવ્યા હતા.

અદાણી ઇન્સ્ટિટ્યુટ ઓફ એજ્યુકેશન એન્ડ રીસર્ચ વિષેઃ

રાષ્ટ્ર ઘડતર માટે દેશના યુવાધનને એક મંચ પૂરો પાડવાની દ્રષ્ટિ સાથે અદાણી ગ્રુપે ચેરમેન શ્રી ગૌતમ અદાણીના માર્ગદર્શન હેઠળ અદાણી ઇન્સ્ટિટ્યૂટ ફોર એજ્યુકેશનની સ્થાપના કરી હતી.રાષ્ટ્ર નિર્માણમાં ભવિષ્યના ટેકનોક્રેટ્સ, પ્રોફેશ્નલ્સ અને અગ્રણીઓને જરુરી કૂશળતા અને તાલિમ સાથે સજ્જ કરવા અદાણી ઇન્સ્ટિટ્યૂટ ફોર એજ્યુકેશનની સ્થાપના કરવામાં આવી છે. આ ઇન્સ્ટિટ્યુટ અસરકારક ઔદ્યોગિક જોડાણ તેમજ બહુવિધ શિસ્ત બધ્ધ સંશોધન મારફત સર્વોચ્ચ મૂલ્યનું જ્ઞાન પેદા કરવા અને તેનો પ્રસાર કરવા માટે વિશ્વ-સ્તરની સંસ્થાના નિર્માણમાં પરોવાયેલી છે. વિશિષ્ટ વિસ્તારોમાં COE તેમજ અન્ડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ  પ્રોગ્રામ્સ આવશ્યક અસર પેદા કરવામાં સક્ષમ બનાવે છે.

આ ઇન્સ્ટિટ્યુટ બે વિભાગો ધરાવે છે: અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ (AIIM) અને અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગ (AIIE). ઓલ ઇંડીઆ કાઉન્સિલ ફોર ટેકનિકલ એઝયુકેશને મંજૂર કરેલા પૂર્ણસમયના બે વર્ષના પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાં મેનેજમેન્ટ (ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ) અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાં મેનેજમેન્ટ (કાનૂન) એવા બે અભ્યાસક્રમો AIIM ચલાવે છે.જ્યારે અદાણી ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચર એન્જીનિયરીંગ (AIIE) ચાર વર્ષના સિવીલ એન્ડઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જીનિયરીંગ અને ઇલેકટ્રિકલ એન્જીનિયરીંગ, ઇન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી એન્ડ કોમ્પ્યુટર સાયન્સ

એન્જીનિયરીંગના અભ્યાસક્રમો ચલાવે છે. આ ઔપચારિક ડિગ્રી પ્રોગ્રામ્સની સાથે, AIER નોકરિયાત વ્યાવસાયિકો અને ઉદ્યોગના અગ્રણીઓ માટે ટેલર-મેઇડ મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ અને લીડરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ મારફત નિરંતર શિક્ષણ કાર્યક્રમો પણ હાથ ધરે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: