– રેકર્ડ તોડ ગરમી વચ્ચે શરીરને પાણીદાર બનાવવું જરૂરી
કચ્છમાં સતત ઉપર જતાં ગરમીના પારાથી ઝાડા, ઉલ્ટી, ઊબકા, એસીડીટી અને ડિહાઈડ્રેશનથી બચવા વધુમાં વધુ પાણી પીવા અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલના ડાયટીશિયન વિભાગે માર્ગદર્શન આપ્યું છે.
જી.કે. જનરલ હોસ્પિટલના આહારશાસ્ત્રી(ડાયટીશિયન) વંદના મેસૂરાણીએ જણાવ્યુ હતું કે, રેકર્ડતોડ ગરમી વચ્ચે તરસ છીપાવવા ઠંડા બરફવાળા પાણી, સોફ્ટ ડ્રિંક અને એનર્જી ડ્રિંકનો લોકો વધુ ઉપયોગ કરે છે. ઉપરાંત, ચા,કોફી, સોડા પણ લેવાય છે. પરંતુ એ શરીરને વધુ નુકસાન કરી શકે છે. તેને બદલે શરીરને અનુકૂળ હોય તેટલું અથવા તો ઓછામાં ઓછું ૮થી ૧૦ ગ્લાસ પાણી પીવું જોઈએ.
આ ઉપરાંત શરીરને જરૂર તમામ વિટામિન અને ખનિજ પદાર્થો મળી રહે તેવા ફળો વિપુલ પ્રમાણમાં લેવાની સલાહ આપતા તેમણે કહ્યું કે, દૂધી, બીટ, ગાજર, ટમેટાં જ્યુસ ઉપરાંત નારિયેળ પાણી, અને લીંબુ પાણી, વરિયાળી, નારંગી, અને મોસંબીનું જ્યુસ, તરબુચ, દાડમ વિગેરે લઈ શકાય છે. જે શરીરને પાણીદાર રાખે છે.
આ તમામ જ્યુસ, શરબત શરીરને પાણીદાર રાખી પાચનતંત્રને સક્રિય કરે છે. અને લૂ વાતી ગરમીમાં થતાં રોગચાળાથી બચાવે છે.
Leave a Reply