– પ્રદૂષણથી મુક્ત કચ્છનું આકાશ શોખીનો માટે ફેવરીટ
– મુંબઈની ટીમે ખારી નદી, વડ વારો છેલ્લો, ટપકેશ્વરી વગેરે સ્થળો પર સ્ટાર ટ્રેલ,આકાશ ગંગા વગેરેના ફોટો લીધા હતા
રણોત્સવે કચ્છની પ્રવાસન ક્ષેત્રે સુરત બદલી નાખી છે. ધોળાવીરાને આંતરરાષ્ટ્રીય ધરોહર જાહેર કરાયા બાદ એક વધુ નવું છોગું કચ્છના મુગટમાં ઉમેરાયું ે. ત્યારે બીજીતરફ હવે વધુ એક ક્ષેત્રમાં પણ કચ્છ તેના રસીકોમાં મનપસંદ ક્ષેત્ર બનીને ઉભર્યું છે. હા, વાત કરીએ છીએ એસ્ટ્રો ફોટોગ્રાફીની, જેના શોખીન અને ચાહકો પ્રદુષણ મુક્ત કચ્છ તરફ આકર્ષાયા છે. હાલે જ્યારે અવાજ, પાણી , વાયું વગેરેનું પ્રદુષણ વાધી રહ્યું છે, તેજ રીતે પ્રકાશનું પ્રદુષણ પણ વાધી રહ્યું છે. જેાથી રાત્રિના લાઈટોથી દુર નિર્જન અને સારા લોકેશનવાળી જગ્યાનું મહત્વ એસ્ટ્રો ફોટોગ્રાફીમાં વાધી જાય છે.
આ ક્ષેત્રના નિષ્ણાંતો માટે સારી એસ્ટ્રો ફોટોગ્રાફી માટે દુનિયામાં ખુબ ઓછા લોકેશનો છે. જેમાંનું એક કચ્છ છે જેનું આકર્ષણ દરેક એસ્ટ્રો ફોટોગ્રાફરને રહે છે. તાજેતરમાં જ મુંબઈાથી એક ટીમે કચ્છમાં એસ્ટ્રો ફોટોગ્રાફી કરી હતી. આ અંગે એડવેન્ચર અનલિમિટેડ કચ્છના ગુ્રપ દ્વારા આ ટીમને કચ્છના અલગ અલગ સૃથળોની ચાર દિવસ સુાધી મુલાકાતો કરાવવામાં આવી હતી. જેમાં આ ટીમે રાત્રીના લાઈટોથી દુર નિર્જન અને સારા લોકેશન પર આખી રાત કેમેરાને સ્ટેન્ડ પર ગોઠવી એસ્ટ્રો ફોટોગ્રાફી કરી હતી. જેમાં સ્ટાર ટ્રેલ, મિલ્કી વે( આકાશ ગંગા) વગેરેના ફોટો લીધા હતા. આ લોકેશનમાં કચ્છમાં ખારી નદી, વડ વારો છેલ્લો, ટપકેશ્વરી વગેરે સૃથળો પર ફોટોગ્રાફી કરી હતી. આ અંગે એયુકે સંસૃથાના પિયુષ ટાંક, જે.ડી.ગોસ્વામી અને ઈકબાલ કુંભારે જણાવ્યું હતું કે, આવનારા થોડા દિવસોમાં આ એસ્ટ્રો ટીમ ફરી તેમના વધુ સભ્યો સાથે કચ્છની બીજીવાર મુલાકાત લેશે. કચ્છમાં પ્રાકૃત્તિક સૃથળોને અવકાશી સૌંદર્ય સાથે તેમના કેમેરામાં કંડારશે અને દુનિયાની સામે કચ્છની આ ખાસિયતને પણ ઉજાગર કરશે. જેાથી આંતરરાષ્ટ્રીય સ્તરે કચ્છના કડિયા ધ્રો જેવા લોકેશનો જેમ પ્રખ્યાત બન્યા તેમ એસ્ટ્રો ફોટોગ્રાફી માટે પણ જિલ્લો ફેવરીટ બની જશે. જો કે, ચારે બાજુ પવન ચક્કીઓ અને કારખાનાઓના વાધતા જતાં સામ્રાજ્યના કારણે કચ્છ એસ્ટ્રો ફોટોગ્રાફી માટે ક્યાં સુાધી પસંદગીનું સૃથળ બની રહેશે તે એક પ્રશ્ન છે.
Leave a Reply