– મેડિસિન અને ફિઝિયો વિભાગે ખાટલામાં પડ્યા રહેતા દર્દીને ચાલતો કર્યો
અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં લાખોમાં એકાદ ભાગ્યે જ કેસ જોવા મળતો હોય તેવો ગુલિયન-બારે- સિન્ડ્રોમ કે જેમાં શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ સ્વસ્થ ચેતાતંત્રિકાઓ ઉપર હુમલો કરે છે. અને શરીરની ચેતા અને શ્વસનતંત્ર ખોરવી નાખે છે. તેવો છેલ્લા પાંચ વર્ષમાં બીજો એક કેસ જોવા મળતા હોસ્પિટલના મેડિસિન વિભાગે સ્વસ્થ કરી દેતા વધુ એક સિધ્ધી હાંસલ કરી હતી.
જી.કે. જન. હોસ્પિટલમાં માંડવી તાલુકાના રાજડા ગામના કનકસિંહને બે હાથ અને બે પગમાં લકવાના લક્ષણ દેખાતા તેને જી.કે.માં દાખલ કરવામાં આવતા જુદા જુદા અગત્યના MRI સહિતના રિપોર્ટના અંતે દર્દીને ગુલિયન-બેર-સિન્ડ્રોમના ચિહનો જણાવ્યા ઇમ્યુનો ગ્લો બિલીનની સતત પાંચ દિવસ સુધી સારવાર તેને શ્વસનતંત્ર સહિતના અન્ય ભાગો સુધી ફેલાવો રોકી દેવામાં તબીબોને સફળતા મળી હતી. એમ મેડિસિન વિભાગના તબીબ ડો.કરણ પીપરાણીએ જણાવ્યુ હતું.
મેડિસિન વિભાગના હેડ ડો. યેશા ચૌહાણના માર્ગદર્શન હેઠળ ડો. મોહિની દત્રાણીયા વિગેરેએ સારવાર આપી હતી. મેડિસિન ઉપરાંત હોસ્પિટલના ફિઝિયોથેરાપી વિભાગના ડો. હીનલ મહેશ્વરી અને ડો. દીતી ઠક્કર સહિત તેને સતત કસરત કરાવી હતી. અને ચોવીસ કલાક ખાટલામાં પડ્યા રહેતા દર્દીને ચાલતો કર્યો હતો.
GBSના કારણો, લક્ષણ અને ઉપાય
ગુલિયન-બારે-સિન્ડ્રોમના કારણો, લક્ષણ અને ઉપચાર અંગે તબીઓએ કહ્યું કે, શરીરની પ્રતિક્ષણ પ્રણાલી(ઇમ્યુનિટી) ચેતાતંત્ર ઉપર હુમલો કરે છે. જે પ્રથમ હાથ-પગમાં ઝણઝણાટી પછી શ્વસનતંત્ર અને મગજ સુધી અસર કરે છે. આખું શરીર લકવા જેવુ થઈ જાય છે. ત્યારબાદ શ્વાસ લેવામાં તકલીફ, હાઇ.બી.પી. થાય છે. આ રોગથી બચવું હોય તો નિયમિત અન સંતુલિત આહાર, કામ સાથે યોગ, મેડિટેશન જરૂરી છે. જો ઉપરોક્ત લક્ષણ જણાય તો તાત્કાલિક તબીબનો સંપર્ક સાધવા જણાવાયું છે.
Leave a Reply