– ‘રશિયા મહત્ત્વનું સહભાગી છે તેની સાથેના આર્થિક વ્યવહારો સ્થિર કરવા પ્રયત્નો હાથ ધરાઈ રહ્યા છે’
બદલાતા વિશ્વમાં આત્મનિર્ભરતા જ એકમાત્ર માર્ગ છે તેમ વિદેશમંત્રી એસ. જયશંકરે આજે લોકસભામાં જણાવ્યું હતું. રશિયા- યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ કરતાં તેઓએ કહ્યું હતું કે, આ સંઘર્ષે દર્શાવી આપ્યું છે કે ભારતે બાહ્ય જગત ઉપરનો આધાર ઘટાડવો જોઈએ. યુક્રેનમાંથી ભારતીયોને પાછા લાવવા અંગે પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું હતું કે, યુક્રેનમાંથી ભારતીયોને પાછા લાવવા માટે હાથ ધરાયેલું ઓપરેશન ગંગા એક અભૂતપૂર્વ કાર્ય હતું અને અન્ય દેશોએ પણ તેમાંથી પ્રેરણા મેળવી હતી. આ સાથે તેમણે ફરી કહ્યું હતું કે, આવી રહેલા જગત સંદર્ભે જોતાં આત્મનિર્ભર ભારત જ સાચો ઉપાય છે.
દરમિયાન એક સાંસદે ચિંતા વ્યક્ત કરતા પૂછ્યું હતું કે, યુક્રેન યુદ્ધ વિશ્વ વ્યવસ્થા ઉપર શી અસર કરી છે ? ત્યારે વિદેશમંત્રીએ કહ્યું હતું કે, આથી ઘણાં વર્ષોથી બદલાઈ રહેલી વિશ્વ વ્યવસ્થા તદ્દન બદલાઈ ગઈ છે તે સત્ય છે તેથી જ G- 7, G-20 બની રહ્યું છે એક તો કોવિડ-૧૯ને લીધે આ પૂર્તિની શ્રુંખલા (પુરવઠાની હરોળ) તૂટી ગઈ છે. એક તરફ આર્થિક ઉત્પાદન કેન્દ્રિત થઈ રહ્યું તો બીજી તરફ ટકવા માટે પણ મુશ્કેલીઓ વધી રહી. વિશ્વ વ્યવસ્થા બદલાઈ રહી છે આજે વિશ્વાસ અને પારદર્શિતાની ઉણપ દેખાઈ રહી છે. વિશ્વ વ્યવસ્થા અફઘાનિસ્તાન જેવી ઘટનાથી પણ બદલાઈ રહી છે તો બીજી તરફ યુક્રેન યુદ્ધને પરિણામે પણ વિશ્વ વ્યવસ્થા અંશતઃ બદલાઈ ગઈ છે તેનો ઉપાય શો છે ? આમ કહેતા જયશંકરે જણાવ્યું હતું મારા મતે તો આપણે જ બળવાન બનવું જોઈએ બદલાતી દુનિયામાં આત્મ નિર્ભર ભારત જ એકમાત્ર ઉપાય છે પરંતુ સહજ છે કે તે સંપૂર્ણતઃ તો સંભવિત પણ નથી.
Leave a Reply