મુન્દ્રામાં જૂના બંદર ખાતે રહેતા રમઝાન આદમની બંને કિડની ખરાબ છે. તેમને નિયમિત રીતે ડાયાલિસિસ માટે જવું પડે છે. પણ તે માટે તેમને કામ છોડી સપ્તાહમાં બે દિવસ માટે ભુજની હોસ્પિટલમાં જવું પડતું. એક તો આર્થિક મુશ્કેલી અને તેમાં શરીરની આ બિમારી, તેવામાં તેમને અદાણી હોસ્પિટલ મુદ્રા ખાતે ડાયાલિસિસ સેન્ટર છે જે અંગે જાણકારી મળી અને તેમણે આ માટે અદાણી ફાઉન્ડેશનની મદદ માંગી. તે દિવસ આજ દિવસ સુધી તે છેલ્લા સાત વર્ષથી તે મુન્દ્રા ખાતે મફતમાં કિડનીનું ડાયાલિસિસ કરાવે છે. રમઝાન ભાઇના શબ્દોમાં જ કહીએ તો “આ ટ્રીટમેન્ટમાં સહાય કરીને, અદાણી ફાઉન્ડેશને મારી ઉંમર વધારી દીધી!” ભારત જેવા મોટી વસ્તીવાળા દેશમાં આંતરિયાળ ગામોમાં સ્વાસ્થ્યને લઇને અનેક સમસ્યાઓ છે જે પર કામ કરવું જરૂરી છે.
7 એપ્રિલ એટલે કે આજે “વિશ્વ સ્વાસ્થ્ય દિવસ” છે. 1948માં વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO)એ તેની પ્રથમ આરોગ્ય સભા યોજી હતી. અને 1950ની સભામાં દર વર્ષે 7 એપ્રિલને “વિશ્વ સ્વાસ્થ્ય દિવસ” તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ વર્ષે વિશ્વ સ્વાસ્થ્ય દિવસનું સુત્ર છે “આપણી પૃથ્વી આપણું સ્વાસ્થ્ય.” નોંધનીય છે કે કોવિડ જેવી મહામારીએ આપણને આપણા સ્વાસ્થ્યને લઇને ગંભીરતા પૂર્વક વિચારતા કર્યા છે. આજે પણ ભારતના મોટા શહેરોમાં જે રીતની સ્વાસ્થ્ય સુવિધાઓ છે તેવી ગ્રામીણ વિસ્તારોમાં નથી. અને આજ કારણે દર્દીઓને સારી સ્વાસ્થ્ય સુવિધા માટે મોટા શહેરો તરફ મીંટ માંડવી પડે છે. જો કે ભારતભરના 16 રાજ્યોમાં કાર્યરત તેવા અદાણી ફાઉન્ડેશને કચ્છ સમેત અનેક ગ્રામીણ વિસ્તારોમાં આ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓને નિવારવા માટે અનેક મહત્વપૂર્ણ પગલાં લીધા છે.
કચ્છમાં જી.કે. જનરલ હોસ્પિટલ ભુજ અને મુન્દ્રામાં અદાણી હોસ્પિટલ, આમ બે મોટી હોસ્પિટલો આવેલી છે. સાથે જ અદાણી ફાઉન્ડેશન દ્વારા અહીં લાંબા સમયથી મોબાઇલ હેલ્થ કેર યુનિટ, ગ્રામીણ ક્લિનિક્સ અને સિનિયર સિટીઝન માટે હેલ્થ કાર્ડ કરાવી આપવા જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. વધુમાં કિડની ડાયાલિસિસ માટે પણ અદાણી ફાઉન્ડેશન દ્વારા ડાયાલિસિસ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જેનાથી 2011થી 2020 સુધી મુન્દ્રાના 8500+થી વધુ વયોવૃદ્ધોને આરોગ્ય સેવાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત ફાઉન્ડેશન દ્વારા સમયાંતરે આરોગ્ય શિબિરો અને અહીં કિડની સંબંધિત રોગો વધુ હોવાથી તેને નીવારવા માટે જાગૃતિ શિબિર પણ યોજવામાં આવે છે. વધુમાં આર્થિક સંકડામણમાંથી પસાર થતા વરિષ્ઠ નાગરિકોને સરકારી આરોગ્ય સહાય સાથે જોડવા માટે પણ અદાણી ફાઉન્ડેશન માર્ગદર્શન આપે છે.
નોંધનીય છે કે કચ્છ વિસ્તારમાં આ દ્વારા અત્યાર સુધીમાં 57420 લોકોને પ્રત્યક્ષ અને 193661 અપ્રત્યક્ષ રીતે સ્વાસ્થય સંબંધિત સહાય ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા મોબાઇલ હેલ્થ કેર અને ગ્રામ્ય ક્લિનિક સર્વિસ શરૂ કરવામાં આવી છે જે આંતરિયાળ વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય સહાય ઉપલબ્ધ કરાવે છે. આ ગ્રામીણ ક્લિનિક મુન્દ્રાના 9 ગામો અને અંજાર અને માંડવીના 3 ગામો માટે સેવા આપે છે. “પ્રિવેન્ટિવ હેલ્થ કેર” પ્રોગ્રામ હેઠળ બ્લડ પ્રેશર, સુગર, થાઇરોઇડ જેવા રોગ માટે ચોક્કસ સ્ક્રીનીંગ અને પ્રશ્નાવલી પણ તૈયાર કરવામાં આવી છે. 110થી વધુ દર્દીઓનું આ થકી નિદાન થયું છે અને દર્દીને આ દ્વારા ગંભીરતાના તબક્કે પહોંચે તે પહેલાં જ સાજા કરવામાં આવ્યા છે.
એટલું જ નહીં આર્થિક રીતે પછાત અને હૃદય, લીવર, કિડની અને કેન્સર જેવા જીવલેણ રોગોથી પીડાતા હોય તેવા દર્દીઓને પણ ઉપચાર માટે નાણાંકીય સહાય આપવામાં આવે છે. ચાલુ વર્ષે જ મુન્દ્રા, માંડવી, અંજારમાંથી કુલ 1409 દર્દીઓને અદાણી હોસ્પિટલ મુન્દ્રા ખાતે આ રીતની સહાય આપવામાં આવી હતી.
વધુમાં કોરોના સમયે પણ AHMPL મુન્દ્રાને ઓક્સિજન સાથે 100 બેડની સુવિધા વાળી કોવિડ હોસ્પિટલમાં રૂપાંતરિત કરવામાં આવી હતી. અને કોવિડ સમયે મૃત્યુ પામેલા દર્દીઓને સ્મશાનગૃહ પહોંચાડવા માટે પણ યોગ્ય સુવિધા ઊભી કરવામાં આવી હતી. સાથે જ ફાઉન્ડેશન દ્વારા ગામોને સેનિટાઇઝ કરવા, લોકોને વિટામિન સીની દવાનું વિતરણ કરવા જેવા કામો પણ હાથ ધરવામાં આવ્યા હતા. અને 2300+ લોકોને વિટામિન સી ટેબ્લેટના આપવામાં આવી છે. અદાણીના કર્મચારીઓએ પણ રોગચાળા દરમિયાન જી કે જનરલ હોસ્પિટલ ભુજમાં પોતાની સ્વૈચ્છિક સેવાઓ આપી હતી.
આ ઉપરાંત ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (GAIMS)- ભુજ, 22 માર્ચ 2020થી કોવિડ કેર હોસ્પિટલ તરીકે સેવા આપી હતી. કોવિડની બીજી લહેર આવી હતી ત્યારે અદાણી ફાઉન્ડેશનના સ્ટાફના સભ્યોએ લોકોને કાઉન્સેલિંગ, કોઓર્ડિનેટિંગ અને કોવિડ દર્દીઓના મૃતદેહ લાવવા લઇ જવા માટે “કોવિડ કેર વેન”ની પણ સહાય પૂરી પાડવામાં આવી હતી. સમગ્ર કચ્છમાંથી કુલ 7826 કોવિડ દર્દીઓએ આ સમયે સંતોષકારક સારવાર અહીંથી મેળવી હતી. અને જો કોઇ વ્યક્તિની GKGHમાં મૃત્યુ થાય છે તો મૃતદેહને પણ કચ્છ જિલ્લામાં કોઇ પણ જગ્યાએ વિનામૂલ્યે મૃતદેહને લઇ જવા માટે પણ સુવિધા આપવામાં આવી હતી. કુલ 1163 મૃતદેહોને આ સેવા થકી કચ્છના વિવિધ વિસ્તારોમાં મોકલ્યા હતા. સરકારી આરોગ્ય યોજના માટે અદાણી જી.કે જનરલ હોસ્પિટલ ખાતે “માહિતી સેતુ” પણ ચલાવવામાં આવે છે. જેના દ્વારા 6923 લાભાર્થીઓને માર્ગદર્શન અને સહાય કરવામાં આવી છે. અને 947થી વધુ લાભાર્થીઓને આયુષ્માન યોજના અને MAA યોજનાથી જોડવામાં આવ્યા છે.
કોવિડ સમયે જે બાળકોએ પોતાના માતા -પિતાનો ગુમાવ્યા છે તેવા 527 પરિવારોને “સરકારી બાળ સહાય યોજના” હેઠળ રૂપિયા 50000ની નાણાંકીય સહાય સાથે પણ જોડવામાં આવ્યા છે. આમ આ સેવાઓ આદાણી ફાઉન્ડેશન કચ્છના આંતરિયાળ ગામોમાં સારા સ્વાસ્થ્યની નવી આશ બની છે.
અદાણી ફાઉન્ડેશન વિષે વધુ માહિતી :
અદાણી ફાઉન્ડેશનની સ્થાપના વર્ષ 1996માં થઇ હતી, હાલ તે ભારતના 16 રાજ્યો અને તેમાં આવેલા 2,409 ગામોમાં કાર્યરત છે. જેમાં કામ કરતા પ્રોફેશનલ લોકોની ટીમ, લોક ભાગીદારી, સહયોગ અને નવીનતાના અભિગમ સાથે કામ કરે છે. શિક્ષણ, સામુદાયિક આરોગ્ય, સસ્ટેનેબલ આજીવિકાનો વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ જેવા ચાર મુખ્ય ક્ષેત્રો પર જોશભેર કામ કરીને, અદાણી ફાઉન્ડેશન 3.70 મિલિયનથી વધુ લોકોના જીવનને સ્પર્શે છે. અદાણી ફાઉન્ડેશન ગ્રામીણ અને શહેરી સમુદાયોના સર્વસમાવેશક વિકાસ અને સસ્ટેનેબલ વિકાસની દિશામાં કામ કરી, રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપી રહ્યું છે.
Leave a Reply