– ભુજની સંસ્થા દ્વારા અમદાવાદમાં યોજાઇ માર્ગદર્શક કાર્યશાળા
અમદાવાદમાં ભુજની સહજીવન સંસ્થા અને કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા કાર્યશાળા યોજાઇ હતી. સહજીવનના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર મનોજ મિશ્રાએ સંસ્થાની કામગીરી, દૂધના મહત્વ, કેમલ પ્રોગ્રામ કોડીનેટર મહેન્દ્ર ભાનાણીએ ઊંટ પાલન અને દૂધની બજાર વ્યવસ્થા અંગે માહિતી અાપી હતી. આયુષ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર ડો. ફાલ્ગુન પટેલે જણાવ્યું હતું કે, ઊંટડીનું દૂધ શરદી, કફ, પેટના દુખાવા, સુજન, જલોદર અને કૃર્મીનાશક તરીકે ખુબ જ ઉપયોગી છે. અમરેલી ડેરી સાઈન્સ કોલેજના ડો. મિતેશ હિંગુએ ઊંટડીના દૂધમાં બેક્ટેરિયાના સંશોધન, આણંદ ડેરી સાઈન્સ કોલેજના ડો. ભવભૂતિ મેહતાએ ઊંટડીના દૂધમાં કેમિકલ બંધારણ અંગેના અભ્યાસ અને ઊંટડીના દૂધમાં ચરિયાણના મહત્વ અંગે જાણકારી આપી હતી.
ડો. સુબ્રતો હાથીએ કહ્યું હતું કે, કચ્છી ઊંટડીના દૂધ ઉપર વિશેષ સંશોધનો હાલ પણ થઇ રહ્યા છે. ડેરી ટેક્નોલોજીના ડો. એ.સી. પટેલે ઊંટડીના દૂધમાં મુલ્યવર્ધક કરી ડેરી પ્રોડકટ બનાવા જણાવ્યું હતું. નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડના ડો. નિલેશ નાઈએ ઊંટડીના દૂધ અંગે ટેકનીકલ સહયોગ આપવા જણાવ્યું હતું. કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન પ્રમુખ આશાભાઈ રબારી, ભીખાભાઈ રબારીએ ઊંટડીના દૂધમાં સંસોધન માટે સંગઠન તરફથી સહયોગ આપવા કહ્યું હતું. સહજીવન સંસ્થાના પ્રોગામ ડાયરેક્ટર રમેશ ભટ્ટીએ ઊંટડીના દૂધના મહત્વ અને ચિકિત્સા કાર્યમાં ઉપયોગીતા અંગે જણાવ્યું હતું. અા તકે રીતુજા મિત્રા, વિશ્વાબેન ઠક્કર, ધારાબેન વગેરે હાજર રહ્યા હતા.
Leave a Reply