– જાપાન, કતાર, સાઉદી અને યુએઇ શસ્ત્રો ખરીદવા તત્પર
– ભારત શસ્ત્રોના આયાતકારમાંથી મોટાપાયા પર નિકાસકાર બન્યું: છેલ્લા આઠ વર્ષમાં સ્થિતિ વધુને વધુ મજબૂત થઈ
ભારત છેલ્લા આઠ વર્ષમાં સંરક્ષણ ક્ષેત્રે પોતે ખાસ્સુ મજબૂત થયું છે અને દક્ષિણ એશિયાના બીજા દેશોને પણ શસ્ત્રોની નિકાસ શરૂ કરી દીધી છે. ભારત હવે શસ્ત્રોના આયાતકાર દેશમાંથી સ્વદેશી પર નિર્ભર રહેવાની સાથે હવે શસ્ત્રોની નિકાસમાં પણ કાઠુ કાઢવા માંડયું છે. સરકારનું લક્ષ્ય છે કે 2024-25 સુધીમાં શસ્ત્રોની નિકાસનો આંકડો 36,500 કરોડની નિકાસને આંબી જાય.
સરકારનું ધ્યાન સ્વદેશી નિર્માણ ટેકનિક પર વિશેષ છે. આ લક્ષ્યને હાંસલ કરવા માટે કેન્દ્રેએ ઓર્ડિનાન્સ ફેક્ટરી બોર્ડ અને 41 શસ્ત્ર બનાવતી ફેક્ટરીઓને ભેગી કરીને સંરક્ષણ ક્ષેત્રમાં સાત જાહેર ઉપક્રમ (ડીપીએસયુ) બનાવી દીધા છે.
તેનો હેતુ વહીવટી ચુસ્તીની સાથે કામકાજમાં પારર્શકતા અને તેજી લાવવાનો છે. છેલ્લા આઠ વર્ષમાં ભારતની શસ્ત્ર નિકાસમાં છ ગણો વધારો થયો છે. ભારતે ફિલિપાઇન્સ સાથે 2,770 કરોડનો કરેલો કરાર મોટું સીમાચિન્હ મનાય છે.
દક્ષિણપૂર્વ એશિયાઈ દેશોમાં ભારતનો પ્રભાવ પણ વિસ્તરી રહ્યો છે. ફિલિપાઇન્સ પછી ઇન્ડોનેશિયા અને વિયેતનામ જેવા દેશઓએ પણ ભારતીય શસ્ત્રોમાં રસ દાખવ્યો છે. ચીનના પ્રભાવને ખાળવા માટે ભારતે તેનો પ્રભાવ વિસ્તારવો જરૂરી છે. બ્રહ્મોસ મિસાઇલ ઉપરાંત આકાશે પણ એર ડિફેન્સ પ્રણાલિમાં ખાસ્સી ધૂમ મચાવી છે.
સાઉદી અરબ અને સંયુક્ત આરબ અમિરાત હવે અમારી પાસેથી શસ્ત્રો ખરીદવા માંગે છે. લગભગ 43 દેશ ભારત પાસેથી શસ્ત્રો આયાત કરવા માંગે છે. તેમા કતર, લેબનોન, ઇરાક, ઇકવાડોર અને જાપાન વગેરે છે. લગભગ 42 દેશ આપણી પાસેથી શસ્ત્રો ખરીદે છે. તેમા મુખ્ય સિૃથતિમાં શરીરનં રક્ષણ કરતાં પ્રોટેક્ટિંગ ઉપકરણણમાં સામેલ છે.
દરિયાકિનારાની નિગરમાન પ્રણાલિ અને રડાર તથા એર પ્લેટફોર્મમાં પણ કેટલાક દેશોએ રસ દાખવ્યો છે. મોદી સરકાર સંરક્ષણ બજેટ સતત વધારી રહી છે અને દેશની આયાત ઘટાડી રહી છે. ભારતે તાજેતરમાં પૂરા થયેલા વષામાં 11,007 કરોડની નિકાસ કરી. તેની સામે અગાઉના વર્ષે આ નિકાસ 1,491 કરોડ હતી. દેશનું સંરક્ષણ બજેટ પણ 2013-14ની તુલનાએ બમણુ થઈ ચૂક્યું છે.
Leave a Reply