– પશુઓ દુષ્કાળ કરતાં પ્લાસ્ટિક ખાઈને મરશે
– શનિ-રવિ સરકારી દવાખાના બંધ રહે છે અને દરરોજ ૧૧ વાગ્યા બાદ ફોન નથી ઉપાડતા : માલધારીઓ
લખપત તાલુકાના વર્માનગર, પાનૃધ્રો, એકતાનગર, નારાયણ સરોવર, માતાના મઢ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં હલકી ગુણવતામાં પ્લાસ્ટીકના ઝબલાનો થતો બેરોકટોક ઉપયોગના કારણે રખડતા ઢોર ખાવાની લ્હાયમાં ખાદ્ય પદાર્થ સાથે પ્લાસ્ટીક પણ પેટમાં પાધરાવતા માલાધારીઓમાં ચિંતા પ્રસરીછે. ગત ચોમાસામાં અપુરતો વરસાદના કારણે ઘાસચારાના અભાવે દુષ્કાળાથી પશુઓ મરશે એના કરતા પ્લાસ્ટીક ખાઈને મરે છે. આ હલકી ગુણવતાના પ્લાસ્ટીકનું વેચાણ અને વપરાશ બંધ કરવા બાબતે જવાબદારો દ્વારા કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો અબોલ જીવો કમોતે મોતને ભેટશે છેવાડાના આ તાલુકામાં પશુ તબીબોના અભાવે સમયસર સારવાર ન મળતી હોવાની પણ રાવ ઉઠી છે.
આ અંગેની વધુ વિગતો મુજબ લખપત તાલુકાના મુખ્ય માથક સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ઘાસચારો ન મળતા રખડતા ઢોરો રોડ-રસ્તાની સાઈડ કે ઉકરડામાં ફેંકવામાં આવતા પ્લાસ્ટીકના ઝબલા, કાગળો સહિતની વસ્તુઓની પોતાનું પેટ ભરે છે. આવા બેદરકારીપૂર્વક નખાતા કચરાનો કાયમી ધોરણે નિકાલ માટે જે-તે વિસ્તારમાં આવતી ગ્રામ પંચાયતો દ્વારા શપાથ લેવા ખાતર શપાથ લેવાના બદલે સ્વચ્છતા પણ નિયમિત થવી જોઈએ એવું સૃથાનિકો જણાવી રહ્યા છે.
જાગૃત સૃથાનિકોના કહેવા મુજબ માલાધારીઓનો પ્રદેશ ગણાતા લખપતમાં જનસંખ્યા કરતા પશુઓની સંખ્યા વધુ છે. અંતરિયાળ ગામોમાં ઘણા પરિવારોનો જીવન નિર્વાહ પણ દુાધાળા પશુઓ પર નભે છે. આવામાં જવાબદારોની બેદરકારીના કારણે નિયમિત સફાઈના અભાવે મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં કચરાના ઢગલા ખડકાય છે. એમાં પણ મુખ્યત્વે વાધતા પ્લાસ્ટીકના ઉપયોગના કારણે ઝબલા થેલી હોય છે અને રખડતા પશુઓ ખાવાનું શોધતા ખાદ્ય પદાર્થ સાથે પ્લાસ્ટીક પણ ખાઈ જાય છે.
અત્રે ઉલ્લેખનીય આરોગ્ય ક્ષેત્રે પછાત ગણાતા આ તાલુકામાં પશુ તબીબોની સંખ્યા પણ નહીંવત હોવાના કારણે બે માસ અગાઉ પશુઓમાં દેખાયેલા રોગમાં ખાનગી જીવદયા પ્રેમીઓની સારવાર કરી જીવ બચાવી લેવાયા હતા.
અમુક માલાધારીઓના કહેવા મુજબ તાલુકાના મુખ્ય માથક દયાપર ખાતે આવેલા પશુ દવાખાનામાં ૧૧ વાગ્યા બાદ ફોન આવે તો ઉપાડવામાં નાથી આવતો અને શનિ-રવિ બંધ રહેતા પશુપાલકોને ઘણીવાર પોતાના ઢોરને બચાવવા ખાનગી દવાખાને લઈ જવા પડે છે. જે આિાર્થક પરવડે એમ ન હોવા છતાં બિમાર પશુઓની સારવાર પાછળ ઉાધારા નાણાં લઈ કરજ કરવું પડે છે.
સરકાર દ્વારા તાલુકામાં જે વિસ્તારમાં પશુ સંખ્યા વધુ છે ત્યાં પશુ દવાખાનંુ ખોલવામાં આવે આૃથવા પશુ ચિકિત્સક દ્વારા નિયમિત મુલાકાત લેવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. ઉપરાંત હલકી ગુણવતાના પ્લાસ્ટીકના ઝબલાના વપરાશ પર પ્રતિબંધ છતાં બેરોકટોક વપરાતા આવા ઝબલા બંધ કરવામાં આવે તાથા વપરાશ કરનારા સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તો અબોલ પશુઓ પ્લાસ્ટીક ખાઈને પોતાનું જીવન જોખમમાં મૂકે છે એ બંધ થાય.
Leave a Reply