– વડાપ્રધાન મોદી સાથેની બેઠકમાં વરીષ્ઠ અધિકારીઓની સલાહ
– વિધાનસભાની ચૂંટણીઓ સમયે રાજ્યોએ જાહેર કરેલી યોજનાઓ અંગે મોદી સમક્ષ અધિકારીઓએ ચિંતા વ્યક્ત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વરીષ્ઠ બ્યૂરોક્રેટ્સની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કેટલાક અિધકારીઓએ રાજ્યોમાં જાહેર લુભામણી યોજનાઓ પર ચિંતા વ્યક્ત કરી હતી અને દાવો કર્યો હતો કે આ પ્રકારની લલચામણી યોજનાઓ ભારતના રાજ્યોને પણ આિર્થક ક્ષેત્રે શ્રીલંકા જેવો દેશ બનાવી દેશે કે જ્યાં હાલ ભારે આિર્થક સંકટ ચાલી રહ્યું છે.
આ પહેલા શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7, લોક કલ્યાણ માર્ગ સિૃથત કેંપ કાર્યાલયમાં દરેક વિભાગના સચિવોની સાથે એક બેઠક યોજી હતી. જે ચાર કલાક સુધી ચાલી હતી અને તેમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલ, વડાપ્રધાનના સચિવ પીકે મિશ્રા અને કેબિનેટ સચિવ રાજીવ ગૌબાની સાથે બ્યૂરોક્રેટ્સ પણ સામેલ થયા હતા. આ બેઠકમાં દેશની આિર્થક અને સુરક્ષાની સિૃથતિ અંગે પણ ચર્ચા થયાના અહેવાલો છે.
મોદીએ સચિવો અને અન્ય અિધકારીઓની પાસેથી પ્રતિક્રિયા મંગાવી હતી. એવા અહેવાલો છે કે બે ડઝનથી વધુ અિધકારીઓએ પોતાના પ્રતિભાવો મોદી સમક્ષ રજુ કર્યા હતા. 2014 પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સચિવોની સાથે આ નવમી બેઠક છે.
એવા અહેવાલો છે કે બે સચિવોએ હાલમાં જ વિધાનસભાની ચૂંટણી સમયે જે લલચામણી યોજનાનો ઉલ્લેખ હતો તે અંગે જાણકારી આપી અને કહ્યું હતું કે રાજ્ય પહેલાથી જ આિર્થક રીતે ખરાબ સિૃથતિમાં છે. એવામાં આ પ્રકારની લલચામણી યોજનાઓથી આિર્થક સંકટ પેદા થઇ શકે છે અને રાજ્યોમાં શ્રીલંકા જેવી સિૃથતિનું નિર્માણ પણ થઇ શકે છે.
Leave a Reply