– મુસાફરોની તત્કાલ મદદ માટે AI આધારિત ‘ડેસ્ક ઑફ ગુડનેસ’ ખડેપગે
અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) દેશનું સૌપ્રથમ વિડીયો એનાલિટીક્સ દ્વારા મુસાફરોને મદદ કરતુ હવાઈમથક બન્યું છે. આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ આધારિત આ વિશેષ સુવિધાથી મુસાફરોને 45 સેકેન્ડથી ઓછા સમયમાં મદદ મળી રહેશે. આ માટે એરપોર્ટ પર અત્યાધુનિક સ્માર્ટ ડિટેક્શન તકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના આધારે દેશમાં વિકસિત આ સર્વેલન્સ સર્વિસ દ્વારા શંકાસ્પદ મુસાફરોને શોધી કાઢવામાં પણ મદદ મળશે.
ડેસ્ક ઑફ ગુડનેસ સર્વિસનો મુખ્ય ઉદ્દેશ્ય ખાસ લોકો જેવા કે વરિષ્ઠ નાગરિકો, બાળકો સાથે મુસાફરી કરતી મહિલાઓ અને વ્હીલચેરની જરૂરિયાતવાળા મુસાફરોને સેવા પ્રદાન કરવાનો છે. આ સિસ્ટમ પેસેન્જરના પડી જવા કે ભાગી જવા જેવી અસામાન્ય વર્તણૂંકોને ચપળતાથી શોધી કાઢે છે. ડેસ્ક ઑફ ગુડનેસને સ્માર્ટ ટેબથી સુસજ્જ એવા ગુડનેસ ચેમ્પિયન્સ સંચાલિત કરે છે અને મુસાફરોને મદદની જરૂર હોય ત્યાં ત્વરિત દોડી જાય છે.
આ અત્યાધુનિક સેવાને બિરદાવતા અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સના ડિરેક્ટર શ્રી જીત અદાણીએ જણાવ્યું હતું કે “સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પેસેન્જર્સને મુસાફરીનો સુખદ અનુભવ મળી રહે તે માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સેવાઓમાં સુધારો કરવાનું જારી રાખશે,” તેમણે ઉમેર્યુ હતું કે, “AI આધારિત વિડિયો કન્ટેન્ટ એનાલિટિક્સ કટોકટીની સ્થિતિમાં પેસેન્જર સુધી પહોંચવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આ એનાલિટિક્સ પદ્ધતિ હવાઈ પરિવહન ઉદ્યોગમાં ઓપરેશનલ ઇન્ટેલિજન્સ, પરિસ્થિતિલક્ષી જાગૃતિ, ડ્રાઇવિંગની સલામતી અને કાર્યક્ષમતા વધારવામાં નવો માપદંડ સ્થાપિત થશે.
45 સેકન્ડથી ઓછા સમયમાં સહાય!
AI આધારિત સિસ્ટમ સાથે સંકલિત સર્વેલન્સ કેમેરા ચોક્કસ અલ્ગોરિધમના આધારે મુસાફરોની વર્તણૂંકમાં કોઈપણ વિસંગતતા જોતા જ ચેતવણી આપે છે. ગુડનેસ ચેમ્પિયન્સને સ્માર્ટ ટેબ પર ચેતવણી મળતાં જ તેઓ પેસેન્જરની મદદે દોડી જાય છે. આ તમામ ઘટના માટે ટીમને 45 સેકન્ડથી ઓછો સમય લાગે તેવી તાલીમ આપવામાં આવી છે.
AAHL વિશે
ઈન્ટીગ્રેટેડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાન્સપોર્ટેશન બિઝનેસ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે અગ્રેસર બનવાના વિઝન સાથે અદાણી ગ્રુપે દેશના છ એરપોર્ટના ઓપરેશન, મેનેજમેન્ટ અને ડેવલપમેન્ટ માટે સૌથી વધુ બોલી લગાવી એરપોર્ટ સેક્ટરમાં પહેલું સાહસ કર્યું. આદાણી જૂથે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) સાથે તમામ 6 એરપોર્ટ માટે કન્સેશન એગ્રીમેન્ટ (CA) પર હસ્તાક્ષર કર્યા. જેમાં અમદાવાદ, લખનૌ, મેંગલુરુ, જયપુર, ગુવાહાટી અને તિરુવનંતપુરમનો સમાવેશ થાય છે. કુલ છ પૈકી અદાણી જૂથ ત્રણ એરપોર્ટ અમદાવાદ, લખનૌ અને મેંગલુરુનું સંચાલન પહેલેથી જ સંભાળી રહ્યું છે. સમગ્ર એરપોર્ટ બિઝનેસને વેગવાન બનાવવા માટે AAHLને 02 ઓગસ્ટ, 2019ના રોજ ગ્રૂપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ હેઠળ 100% અનલિસ્ટેડ પેટાકંપની તરીકે સામેલ કરવામાં આવી હતી. AAHL મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પ્રાઈવેટ લિમિટેડમાં 73% હિસ્સો ધરાવે છે, જે NMIALના 74% થાય છે. મેનેજમેન્ટ અને ડેવલપમેન્ટ પોર્ટફોલિયોમાં આઠ એરપોર્ટ સાથે AAHL ભારતની સૌથી મોટી એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની બની ગઈ છે. જે એરપોર્ટ ફૂટફોલનો 25% હિસ્સો ધરાવે છે અને ભારતના 33% એર કાર્ગો ટ્રાફિકને નિયંત્રિત કરે છે.
Leave a Reply