– સંવેદનશીલ સરહદ પર એજન્સીઓની ચાંપતી નજર – હાલ બીઅેસઅેફ સરહદે અા વાહનોનો કરે છે ઉપયોગ : કુલ 18 વાહનો ખરીદાશે
– બાકીના વાહનો લદ્દાખમાં રખાશે : બર્ફિલા પહાડો અને કચ્છની રણ સીમાઅે અા વાહનો ખુબ જ મહત્વપૂર્ણ
કચ્છ પાકિસ્તાન સાથે દરિયાઇ, ક્રીક અને રણ અેમ ત્રણ સ્થળોઅે અાંતરરાષ્ટ્રીય સીમા ધરાવે છે. અહીં ખુબ જ મુશ્કેલ પરિસ્થિતીમાં ભારતીય જવાનો દેશની રક્ષા કરે છે. સરકાર દ્વારા પણ જવાનોને પેટ્રોલિંગ સહિતની કામગીરીમાં ઉપયોગી સાધનો અપાય છે. તેવામાં કચ્છમાં હવે અાર્મી દ્વારા ઓલ-ટેરેન (અેટીવી) વાહનો ખરીદવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે. હાલ કચ્છ સીમાઅે બીઅેસઅેફ અા સાધનનો ઉપયોગ કરી રહી છે.
25 માર્ચે આર્મી દ્વારા જારી કરવામાં આવેલી રિકવેસ્ટ ફોર ઇન્ફોરમેશન (અારઅેફઅાઇ) પ્રમાણે હાલ ભારતીય અાર્મીને 18 આર્ટિક્યુલેટેડ ઓલ-ટેરેન વાહનોની જરૂર છે. અા વાહનો ભારતીય સેનાએ લદ્દાખ અને કચ્છમાં તૈનાત કરવામાં અાવશે. જે ભારતીય અાર્મીઅે જારી કરેલા દસ્તાવેજમાં પણ ઉલ્લેખ કર્યો છે.
આ વાહનો બરફથી ઘેરાયેલા પ્રદેશોમાં અને ભેજવાળા/રેતાળ વાતાવરણમાં સૈનિકો અથવા પુરવઠો ખસેડવા માટે ખૂબ જ ઉપયોગી છે. તેઓ ત્યાં પહોંચી શકે છે જ્યાં પૈડાંવાળા વાહનો ઠંડા બરફ, કાદવ કે ભેજવાળી જમીનને કારણે પહોંચી શકતા નથી અને ઓપરેશનલ પરિસ્થિતિઓમાં પેટ્રોલિંગ અને ઝડપી જમાવટ માટે ખૂબ જ અસરકારક બની શકે છે.
25 માર્ચે આર્મી દ્વારા જારી કરાયેલી અારઅેેફઅાઇ મુજબ તેને 18 આર્ટિક્યુલેટેડ ઓલ-ટેરેન વાહનોની જરૂર છે. દસ્તાવેજમાં માહિતી અાપવામાં અાવી છે કે 12 વાહનો લદ્દાખમાં નિમુ અને 6 કચ્છના ભુજ રાખવામાં અાવશે. જેનો સ્પષ્ટ ખ્યાલ અાવે છે કે અા વાહનોનો ઉપયોગ લદ્દાખના બરફથી ઘેરાયેલા વિસ્તારોમાં અને કચ્છના રણ અને ક્રીકના વિસ્તારોમાં થશે. હાલ બીઅેસઅેફ કચ્છની સીમાઅે અા અેટીવી વાહનોનો ઉપયોગ કરે જ છે.
BSF ડીજીઅે તમામ જરૂરિયાતો પૂરી કરાશે તેવી અાપી હતી હૈયાધારણા
તાજેતરમાં બીઅેસઅેફ ડીજી પંકજ કુમાર સિં૰ઘે કચ્છની ત્રણ દિવસની મુલાકાત લીધી હતી. જેમાં તેઅોઅે ક્રીક,દરિયાઇ અને રણ સીમાનું નિરીક્ષણ કર્યું હતું. જવાનોની કામગીરીની પ્રશંસા કરવાની સાથે તમામ જરૂરીયાતો પૂર્ણ કરાશે તેવી ખાતરી અાપી હતી.
વાહનોની ક્ષમતા અને જરૂરિયાત અાવી હોવી જોઇઅે
અાર્મીઅે મંગાવેલા ટેન્ડર અનુસાર અા વાહન 18,000 ફીટની ઊંચાઈએ હિમનદી અને બરફથી ઢંકાયેલા પ્રદેશો (અેટલે લદ્દાખ) તથા ખારી/સૂકી ભેજવાળી જગ્યા (અેટલે કચ્છ)એ યોગ્ય કામ કરવા જોઇઅે. વાહનોમાં 10 સૈનિકો જરૂરી સાધનો સાથે બેસવા માટે સમર્થ હોવા જોઈએ. વાહનોની સર્વિસ લાઈફ ઓછામાં ઓછી 15 વર્ષ હોવી જોઈએ.
આર્ટીક્યુલેટેડ ઓલ ટેરેન વ્હીકલ શું છે?
આર્ટિક્યુલેટેડ ઓલ-ટેરેન વ્હીકલ એ એક ટ્વીન કેબિન વાહન છે. આ સાધનની વિશિષ્ટ ડિઝાઇન તેને કોઇપણ જમીન પર ચલાવે છે. ખાસ કરીને બરફ, રણ અને કાદવ જેવા વિવિધ પ્રદેશો પર અા વાહન કોઇપણ અવરોધ વગર ચાલી શકે છે. કેબિન બોડીમાં બેલિસ્ટિક પ્રોટેક્શન તેમાં મુસાફરી કરતા સૈનિકોને નાના હથિયારોના આગથી રક્ષણની ખાતરી આપે છે.
Leave a Reply