અદાણી યુનિવર્સિટીની સ્થાપનાને ગુજરાત વિધાનસભાની મંજૂરી

અદાણી શિક્ષણ અને સંશોધન સંસ્થા અદાણી યુનિવર્સિટીની પ્રયોજક થશે

વિદ્યાર્થીઓને ઉત્તમ અને સ્પર્ધાત્મક શિક્ષણ ઉપલબ્ધ બનાવવાની તક પૂરી પાડવા માટે ખાનગી યુનિવર્સિટી સ્થાપવા માટે ઉત્સુક અદાણી ઉદ્યોગ સમૂહની દરખાસ્તને ગુજરાત વિધાનસભાએ ગુજરાત રાજય ખાનગી યુનિવર્સિટી  કાનૂન ૨૦૦૯ હેઠળ સર્વાનુમતે પસાર કરેલા ખાનગી યુનિવર્સિટીની સ્થાપના વિધેયક સાથે મંજૂરી મળી છે. અદાણી શિક્ષણ અને સંશોધન સંસ્થા દ્વારા ખાનગી યુનિવર્સિટીની સ્થાપના માટે રાજ્ય સરકારને દરખાસ્ત કરવામાં આવી હતી.

અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષ અને અદાણી શિક્ષણ અને સંશોધન સંસ્થાના ટ્રસ્ટી ડો.પ્રિતી.જી.અદાણીએ જણાવ્યું કે ભારત ઉદ્યોગની જરુરિયાતો અને શિક્ષણ પધ્ધતિ વચ્ચેના કૌશલ્ય શૂન્યવકાશમાં સપડાયું છે. આ શૂન્યાવકાશ પૂરવા માટે પરિવર્તનને શેતુ બનાવી કૌશલ્ય વિકાસ મારફત સક્રિય પગલા લેવા સમયની હાકલ છે. “અદાણી યુનિવર્સિટીમાં અમારી નેમ એક નમૂનારૂપ મોડેલ ઉભું કરવાની છે જે ઉદ્યોગની જરુરિયાતો સાથે જોડાયેલું રહે.અમે સાચા સજ્જ કરી સાચું જ્ઞાન, કૂશળતા અને યોગ્ય વલણ પ્રદાન કરે તેવા શિખાવ છાત્રોને એક વ્યવસાયી અને એક ઉત્તમ માનવી બનીને તેઓ રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપતા રહે તેવા સમર્પિત પ્રતિભાવંત સમૂહનું સર્જન કરી યોગ્યતાનો શૂન્યાવકાશ પૂરવા ઇચ્છીએ છીએ.”

ડો.પ્રિતી જી.અદાણીએ ઉમેર્યું કે “અદાણી યુનિવર્સિટીમાં જ્ઞાન આધારીત ઇકો સિસ્ટમ વિશ્વની વાસ્તવિક સમસ્યા જે અસર ઉભી કરે છે તેના ઉપર ધ્યાન કેન્દ્રીત કરીને પરિવર્તક સંશોધનને પ્રોત્સાહન આપશે. અમે ઉત્પાદકતા વધારવા, સામાજિક અને રાષ્ટ્રીય એકતા,આધુનિકીકરણની પ્રક્રિયાને વેગવાન બનાવી સામાજિક,નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોનું સંવર્ધન કરે તેવા એક પ્રોગ્રામનું નિર્માણ કરવા ઇચ્છા ધરાવીએ છીએ.

અદાણી શિક્ષણ અને સંશોધન સંસ્થાની ખાનગી યુનિવર્સિટી સ્થાપવાની દરખાસ્તની તલસ્પર્શી અને સંભાળપૂર્વક છણાવટ કર્યા બાદ અને પરિવર્તક યુનિવર્સિટીની સ્થાપનાની અદાણી સમૂહની વિનંતી પરત્વે ગુજરાતના શિક્ષણ વિભાગની સક્ષમ સમિતિએ ચકાસણી કરીને ગ્રાહ્ય રાખી હતી.જેની ભલામણના આધારે રાજ્ય વિધાનસભાએ બહાલી આપી હતી.

શૈક્ષણિક વર્ષ ૨૦૨૨થી અદાણી યુનિવર્સિટી તેના શૈક્ષણિક અભ્યાસક્રમો શરુ કરશે.

અદાણી જૂથ તેની સફળતા અને નેતૃત્વની સ્થિતિ માટે રાષ્ટ્ર નિર્માણની તેની મૂળ ફિલસૂફીને અનુસરે છે, જે સારપ સાથે વિકાસ દ્વારા સંચાલિત છે. તેના માર્ગદર્શક સિદ્ધાંતના પાયામાં ટકાઉ વિકાસ છે. ગ્રુપ તેના વ્યવસાયોને સ્થિરતા, વિવિધતા અને વહેંચાયેલા મૂલ્યોના સિદ્ધાંતો પર આધારિત તેના કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલીટીઝ  મારફત પર્યાવરણના રક્ષણ ઉપર જોર આપી વધુમાં વધુ  સમુદાય સુધીની પહોંચમાં વધારો કરીને તેના વ્યવસાયોને ફરીથી ગોઠવીને ઇએસજી લક્ષ્યો હાંસલ કરવા પ્રતિબધ્ધ છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: