– 1 દરિયામાં ભરતી, 1 દરિયામાં અોટ : અોખા સુધરાઈ 15.85 ટકા વસુલાત સાથે સૌથી છેલ્લે-
– કર્મચારીઓએ ઢોલ નગારા વગાડ્યા નહી, જોડાણ કાપ્યા નહીં, મિલકતો સીલ પણ કરી નહીં અને 90.99 ટકા લક્ષ્યાંક પાર કર્યો
કચ્છ/સાૈરાષ્ટ્ર ઝોનની 30 નગરપાલિકાઅોમાં હિસાબી વર્ષ 2021/22 દરમિયાન વેરા વસુલાત 31મી માર્ચે પૂરી થઈ હતી, જેમાં 1 દરિયામાં ભરતી તો 1 દરિયામાં અોટ જેટલો તાલ સર્જાયો છે. કેમ કે, ક વર્ગની બંદરિય શહેર માંડવી નગરપાલિકાઅે 411.02 લાખના લક્ષ્યાંક સામે 386.64 લાખ રૂપિયા વસુલી સ્વભંડોળની તિજોરી છલકાવી દીધી છે અને 90.99 ટકા વસુલાત સાથે ઝોનમાં પ્રથમ ક્રમે રહી છે. જ્યારે અોખા બંદરિય શહેર નગરપાલિકાઅે માત્ર 15.80 ટકા વસુલાત સાથે સાૈથી છેલ્લો ક્રમ મેળવ્યો છે.
પાલિકાના સક્ષમ કર્મચારીઅોની 6 ટિમો બનાવવામાં અાવી હતી. જે ટીમોના બાર જેટલા કર્મચારીઅો છેલ્લા 3 માસથી તડકા છાંયડાની પરવાહ કર્યા વિના ડોર ટુ ડોર વેરા કલેકશન કરવામાં મંડી પડ્યા હતા.જોકે, ઉલ્લેખનીય વાત અે છે કે, ઢોલ નગારા પિટ્યા ન હતા. અેકેય નળ જોડાણ કાપ્યા વિના અને મિલકત સીલ કર્યા વિના કાર્યનિષ્ઠાથી લક્ષ્યાંક પાર કરવા લાગી ગયા હતા, જેથી ઉપલેટા નગરપાલિકાની 81.43 ટકા વસુલાતને પણ અોળંગીને અાગળ નીકળી ગયા હતા.
ટેક્સ સમિતિના ચેરમેન વિજય ચાૈહાણ, અો. અેચ. કાનજી શિરોખા, પ્રવિણ સુથાર, ધવલ જેઠવા, વિપુલ ઝાલા, જીતેશ ગોસ્વામી જયેશ ભેદા, રમેશ ઝાલા, ભૂપેન્દ્ર સલાટ, મોશીન કોરેજા, રાજેશ વેગડા, નુરમામદ નારેજા, ચેતન જોશી, ભાવિકા મોતવરસ, હિતેશ કપ્ટા, જીતેશ ખેતાણી, વિનોદ મહેશ્વરી, પિગલ જોશી સહિતની ટમને નગર અધ્યક્ષા હેતલબેન સોનેજીઅે અભિનંદન અાપ્યા હતા.
Leave a Reply