– પોષણક્ષમ અંગૂર શિશુના શારીરિક-માનસિક વિકાસ માટે લાભદાયી
કચ્છમાં અંગુરની મોસમ ખીલી છે. અબાલવૃધ્ધ દરેક માટે તેનું સેવન લાભકારી છે. પરંતુ, તાજેતરમાં થયેલા એક સંશોધન મુજબ બાળકો માટે તો તે અત્યંત પોષણક્ષમ છે. સામાન્ય રીતે તબીબો અને ખોરાક નિષ્ણાંતો (ડાયટીશીયન) ૬ મહિના સુધી શિશુને માતાના દૂધનો જ આગ્રહ રાખે છે. ત્યારપછી જ્યુશ અને વિપુલ માત્રામાં પાણી હોય એવા ખોરાકનું સેવન કરાવવા ભાર મુકે છે.
અદાણી સંચાલિત જી.કે જનરલ હોસ્પિટલના ડાયટીશીયન વંદના મેસુરાણીએ કહ્યું કે, હાલમાં માર્કેટમાં ઉપલબ્ધ અંગૂર યાને નીલી- કાળી, દ્રાક્ષમાં પ્રચુર માત્રામાં પાણી તો હોય છે. ઉપરાંત, તેમાં મેગ્નેશિયમ, આયરન, પોટેશિયમ, કેલ્શિયમ, ફૉસ્ફરસ, ઝીંક, સોડિયમ ઉપરાંત અનેક પ્રકારના વિટામિન્સ હોવાથી તે બાળકના માનસિક અને શારીરિક વિકાસ માટે ખૂબ જ જરૂરી છે.
અંગુરમાં રહેલુ કેલ્શિયમ બાળકના હાડકાને મજબૂત કરે છે. ફાઈબર પાચનતંત્રમાં મદદરૂપ છે. ઘણીવાર શિશુના શારીરિક વિકાસની તુલનામાં વજન વધી જાય છે. ત્યારે અંગુરમાં ઓછી કેલરી હોવાથી તે વજનને સમતોલ રાખે છે. એન્ટિ ઓક્સિડેંટસથી ભરપૂર લીલી દ્રાક્ષ સંક્રમિત રોગથી રક્ષણ આપે છે. વળી, અંગૂર શરીરમાં પાણી ઓછું થવા નથી દેતું.
બાળકે અંગૂર આપતી વખતે શું સંભાળ લેશો? :
શિશુને અંગૂર ખવડાવતી વખતે તેના છીલટા ઉતારી નાના ટુકડા કરી દેવા. જેથી છીલટા અને બીજ ગળામાં ફસાય નહીં ઉપરાંત બાળકને તેનું જ્યુસ આપી શકાય. કુદરતી રીતે દરેકને કોઈને કોઈ ચીજવસ્તુની એલર્જી હોય છે. જો બાળકને અંગૂર અપાય અને ઊલટી કરે તો સમજવું કે, તેને એલર્જી છે. ત્યારે ડોકટરની સલાહથી જ તેનું સેવન કરવું.
Leave a Reply