– દરિયામાં કયાં સુધી જવું ? પાકિસ્તાન મરીન સિક્યુરિટીએ માછીમારોને સમજ આપી
કચ્છની સરહદે તૈનાત સુરક્ષા જવાનો દ્વારા ચુસ્ત અને સઘન પેટ્રોલિંગ કરવામાં આવતું હોઈ નાપાક દેશની મેલી મુરાદ ક્યારેય સાર્થક થતી નથી.તાજેતરમાં બીએસએફના જવાનો દ્વારા ભારતીય સરહદે ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરતા પાક.માછીમારોને ઝડપી લીધા હતા.જે બાદ નાપાક દેશની એજન્સીઓ ફફડી ગઈ હોય તેમ પોતાના માછીમારોને દરિયામા કયા સુધી જવું તેની સમજ આપી હતી. આ બાબતે માહિતિગાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે,તાજેતરમાં પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા વોટર ડે ઉજવવામાં આવ્યો હતો.
જે અંતર્ગત માછીમારોની મીટીંગ યોજવામાં આવી હતી.જેમાં દરિયામાં કયા સુધી જવું તે સહિતની બાબત અંગે સમજ અપાઈ હતી.સૂત્રોએ વધુમાં જણાવ્યું કે,પાકિસ્તાન મરીન સિક્યુરિટી ભલે માર્ગદર્શન આપતી રહે પણ માછીમારો તેનું માનતા નથી અને અવારનવાર ઘૂસણખોરીનો પ્રયાસ કરતા દબોચાઇ જાય છે.
Leave a Reply