– મોંઘા પેટ્રોલ-ડીઝલનો ઉકેલ
– ખૂબી… પ્રદૂષણ નહીં, પાંચ મિનિટમાં ટેન્ક ફૂલ, ખર્ચ પ્રતિ કિ.મી. ફક્ત રૂ. 2
પેટ્રોલ-ડીઝલની કિંમતો રોજ નવા રેકોર્ડ તોડી રહી છે. સાત દિવસમાં તેના ભાવ રૂ. 5થી પણ વધુ વધી ચૂક્યા છે. આ દરમિયાન દેશની પહેલી હાઈડ્રોજન કાર ‘ટોયોટો મિરાઈ’ તૈયાર થઈ ગઈ છે. પાઈલટ પ્રોજેક્ટ હેઠળ કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી આ કારમાં બુધવારે સંસદ પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે આ કાર દેશનું ભવિષ્ય છે, જેનાથી પ્રદૂષણ નથી થતું. આ ઉપરાંત ખર્ચ પણ પ્રતિ કિ.મી. ફક્ત રૂ. 2 આવે છે, જ્યારે પેટ્રોલનો ખર્ચ રૂ. 10 હોય છે. આ કારના સાઈલેન્સરમાંથી પણ ફક્ત પાણી જ બહાર નીકળે છે.
રેન્જ… ફૂલ ટેન્ક પછી 600 કિ.મી. દોડશે
- કાર ટેન્કમાં પાંચ જ મિનિટમાં 5 કિલો ગેસ ભરાઈ જશે. પછી તે 600 કિ.મી. દોડશે.
- ટોયોટા મિરાઈની કિંમત હજુ નક્કી નથી, પરંતુ વિદેશોમાં તે રૂ. 50 લાખમાં વેચાઈ રહી છે.
હાઈડ્રોજન કાર ઈલેક્ટ્રિકથી ચાર ગણી મોંઘી, પ્રતિ કિ.મી. ખર્ચ પણ રૂ. 1 વધુ
જો તમે પણ ભવિષ્યમાં હાઈડ્રોજન કે ઈલેક્ટ્રિક કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ જરૂર વાંચો. જ્યાં સુધી કિંમતની વાત છે, તો ઈલેક્ટ્રિક કાર રૂ. 13થી 15 લાખ અને હાઈડ્રોજન કાર રૂ. 50થી 65 લાખની હોય છે. જોકે, હાલ હાઈડ્રોજન કાર બજારમાં ઉપલબ્ધ નથી, જ્યારે ઈલેક્ટ્રિક કારનાં અમુક જ મોડલ ઉપલબ્ધ છે. ઈલેક્ટ્રિક કારમાં પ્રતિ કિ.મી. રૂ. 1 ખર્ચ થાય છે, જ્યારે હાઈડ્રોજન કારમાં આ ખર્ચ રૂ. 2 થાય છે.
ભલે દેશમાં ગણ્યાગાંઠ્યા ચાર્જિંગ સ્ટેશન શરૂ થયાં હોય, પરંતુ તે દરેક સ્થળે પહોંચવામાં હાલ ત્રણથી પાંચ વર્ષ થશે. હાઈડ્રોજન ગેસનું ઉત્પાદન અને ટ્રાન્સપોર્ટેશન ખૂબ ખર્ચાળ છે.
- હાઈડ્રોજન અને ઈલેક્ટ્રિક કારની ટેક્નિકમાં શું ફર્ક છે?
હાઈડ્રોજન અને હવાના ઓક્સિજનથી વીજળી પેદા કરીને હાઈડ્રોજન કાર ચલાવાય છે. આ દરમિયાન સર્જાયેલું પાણી સાઈલેન્સરમાંથી બહાર નીકળે છે. ઈલેક્ટ્રિક કારમાં બેટરીથી કારનાં પૈડાંની મોટરની ઊર્જા મળે છે. હાઈડ્રોજન કારમાં એનર્જી સ્ટોર કરવા માટે વપરાતી બેટરી, ઈલેક્ટ્રિક કારની બેટરીથી 30 ગણી હલકી હોય છે.
- પ્રદૂષણની રીતે કઈ કાર વધુ સારી છે?
હાઈડ્રોજન કારમાં ના તો ધ્વનિ કે વાયુ પ્રદૂષણ નથી થતું. ઈલેક્ટ્રિક કારમાં પણ તે …અનુસંધાન પાના નં. 11 ઓછું થાય છે, પરંતુ તેની લિથિયમ આયન બેટરીનો કાચો માલ જે ખાણોમાંથી નીકળે છે, તેનાથી કાર્બન ડાયોક્સાઈડ વધુ નીકળે છે, જે વાયુ પ્રદૂષણ ફેલાવે છે.
- ફૂલ ટેન્ક કે ફૂલ ચાર્જમાં કઈ કાર વધુ ચાલે છે?
હાઈડ્રોજન કારની ડ્રાઈવિંગ રેન્જ વધુ હોય છે.
- આ બંનેમાં કઈ કાર વધુ સુરક્ષિત ગણાય છે?
હાઈડ્રોજન ગેસ અત્યંત જ્વલનશીલ હોય છે. દુર્ઘટના વખતે તેમાં આગ લાગવાનો ખતરો ઈલેક્ટ્રિક કારથી વધુ હોય છે.
Leave a Reply