અમેરિકન મૂળના ગુજરાતી યુવાન દર્શન શાહને અમેરિકન એરફોર્સમાં તિલક લગાવીને ફરજ બજાવવા માટે મંજૂરી આપવામાં આવી છે.
દર્શન શાહ એરફોર્સમાં મેડિકલ ટેકનિશિયન છે અને તે લાંબા સમયથી આ માટેની માંગણી કરી રહ્યા હતા. હવે જ્યારે અમેરિકન એરફોર્સે તિલક લગાવીને ડ્યુટી કરવા માટે મંજૂરી આપી છે ત્યારે તેમને તેમના મિત્રો આ માટે અભિનંદન પણ આપી રહ્યા છે.
દર્શન શાહે કહ્યુ હતુ કે, બહુ લાંબા સમયથી હું આ માટે લડાઈ લડી રહ્યો હતો. હું જ્યારે અમેરિકામાં શરૂઆતની સૈન્ય તાલિમ લઈ રહ્યો હતો ત્યારે મેં તિલક લગાવવાની મંજૂરી માંગી હતી. તે સમયે મને કહેવામાં આવ્યુ હતુ કે, જયાં સુધી એરફોર્સની ટેકનિકલ સ્કૂલમાં તમે નથી પ્રવેશ લેતા ત્યાં સુધી રોકાઈ જાવ. એ પછી તેમને કહેવામાં આવ્યુ હતુ કે, ડ્યુટી સ્ટેશન પર તૈનાત થાવ પછી આ અંગે વિચારવામાં આવશે.
જોકે હવે તેમને એરફોર્સે તિલક લગાવવા માટે મંજૂરી આપી દીધી છે. દર્શન શાહ સ્વામિનારાયણ સંપ્રદાયમાં માને છે અને તેઓ કપાળ પર આ સંપ્રદાયનુ યુ શેપનુ તિલક કરે છે.
દર્શનનુ કહેવુ છે કે, હું એવા દેશમાં રહું છું જ્યાં તમામ ધર્મનુ પાલન કરવાની તમામને છુટ છે અને મંને અપાયેલી મંજૂરી બદલ હું એરફોર્સનો આભારી છું.
Leave a Reply