ઇંટ, સિમેન્ટ, લોખંડ સહિતના કાચા માલની કિંમતો વધવાને કારણે મકાન-બિલ્ડિંગના બાંધકામનો સરેરાશ ખર્ચ છેલ્લા એક વર્ષમાં 10થી 12 ટકા વધ્યો છે અને હજી તેમાં 8-9 ટકા સુધીનો વધારો થઈ શકે છે.
એક અહેવાલ મુજબ સિમેન્ટ અને સ્ટીલ જેવા કાચા માલના ભાવમાં વધારો થવાને કારણે છેલ્લા એક વર્ષમાં હાઉસિંગ પ્રોજેક્ટના બાંધકામનો સરેરાશ ખર્ચ 10-12 ટકા વધી છે અને ડિસેમ્બર સુધીમાં તેમાં 8-9 ટકાનો વધારો થઈ શકે છે.
છેલ્લા એક વર્ષમાં સપ્લાયમાં વિક્ષેપ પડતા ભાવ વધ્યા છે જેના લીધે રિયલ્ટી કંપનીઓ માટે બાંધકામનો સરેરાશ ખર્ચ 10-12 ટકા વધ્યો છે. સિમેન્ટ અને સ્ટીલ જેવી મુખ્ય સામગ્રીની કિંમતોમાં માર્ચ 2022 સુધીમાં વાર્ષિક ધોરણે 20 ટકાથી વધારે વૃદ્ધિ છે. આ બાંધકામના કુલ ખર્ચમાં મુખ્ય હિસ્સો ધરાવે છે.
કોરોના મહામારી બાદ રિયલ્ટી માર્કેટ રિકવર થઇ રહ્યુ છે તેવા સમયે રિયલ્ટી કંપનીઓ, ડેવલપરો મકાન-બિલ્ડિંગની કિંમત વધારવા અંગે ગંભીર બન્યા છે, આ અંગે રણનીતિ તૈયારી કરી રહ્યા છે. ઉંચા બાંધકામ ખર્ચને લીધે રિયલ્ટી ડેવલપરોનું માર્જિંન ઘટી રહ્યુ છે.
અહેવાલ મુજબ જથ્થાબંધ ભાવનો ફુગાવો અને મટીરીયલ કોસ્ટ બંનેમાં વધારો જોતા ડિસેમ્બર 2022 સુધીમાં બાંધકામ ખર્ચ હજી 8થી 9 ટકા વધી શકે છે. માર્ચ 2022માં મકાન,ફ્લેટ જેવી રહેણાંક મિલક્તોના બાંધકામનો સરેરાશ ખર્ચ વધીને રૂ. 2,300 પ્રતિ ચોરસ ફૂટ થયો છે જે એક વર્ષ અગાઉ રૂ. 2,060 પ્રતિ ચોરસ ફૂટ હતો. આ બાંધકામ ખર્ચમાં જીએસટીનો સમાવેશ કરાયો નથી.
Leave a Reply