ચીન સાથે સંબંધ ધરાવતી ઓનલાઇન લોન આપવાની કામગીરી કરતી 40 જેટલી નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ (એનબીએફસી) હાલ વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ના શંકાના દાયરામાં આવી છે. ઇડીએ આવી લેભાગુ કે અદ્રશ્ય 40 એનબીએફસીનું લાઇસન્સ રદ કરવા રિઝર્વ બેન્કનું સૂચન કર્યુ છે.
ઘટનાક્રમથી માહિતગાર સુત્રોએ જણાવ્યુ કે, દેશમાં આવી ઘણી કંપનીઓ જે ચીન સાથે સંબંધ ધરાવે છે અને રિઝર્વ બેન્ક પાસેથી લાઇસન્સ પણ મેળવ્યુ છે. આ કંપનીઓએ એવી ડિજિટલ લોન એપ્લિકેશન સાથે ટાઇ-અપ કરી રાખ્યુ છે જે નાની પર્સનલ લોન, નાના ઉદ્યોગને ધિરાણ સહિત વિવિધ પ્રકારની લોન પૂરી પાડે છે. તપાસમાં જાણવા મળ્યુ કે, આ એનબીએફસીની લોન રિકવરી પણ કોઇ નિયંત્રણ કે અંકશ નથી, જે વિદેશી ખાસ કરીને ચીનના નાગરિકોની માલિકીની ફિનટેક દ્વારા સંચાલિત થાય છે. ચીનના આ નાગરિકોમાં મોટાભાગના હોંગકોંગના છે. એનબીએફસીનું લાઇસન્સ મેળવવુ મુશ્કેલ નથી. એનબીએફસી કંપની ખોલવા માટે રૂ. 2 કરોડનું ભંડોળ હોવુ જરૂરી છે. સુત્રોએ કહ્યુ કે, એનબીએફસી લોન વિતરણ માટે ભંડોળ એક્ત્ર કરવા સક્ષમ હોતી નથી. એવામાં એનબીએફસી ડિજિટલ લેન્ડર્સ સાથે કરાર કરે છે જેથી તેમના હાથમાં કંપનીનો અંકુશ જતો રહે છે.
એવા ઘણા હિસ્સા નજરે ચઢ્યા છે જેમાં રિઝર્વ બેન્કની મંજબૂતીથી એનબીએફસીની માલિકી વિદેશી નાગરિકોની માલિકીની કંપનીને ટ્રાન્સફર કરી દેવાઇ છે. જો કે હવે રિઝર્વ બેન્કે જે એનબીએફસીનો અંકુશ ચીની માલિકીની કંપનીના હાથમાં હોય તેમને મંજૂરી આપવાનું બંધ કર્યુ છે. ગત વર્ષે નવેમ્બરમાં રિઝર્વ બેન્કની એક સમિતિએ નોંધ્યુ કે, જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2021ની વચ્ચે 80 એપ્લિકેશન સ્ટોરમાં ઉપલબ્ધ 1100માંથી 600 ડિજિટલ લેન્ડિંગ એપ્લિકેશન ગેરકાયદેસર હતી. આવી લોન એપ્લિકેશન વિરુદ્ધ કડક નિયમોની માંગણી કરી હતી.
સુત્રોએ કહ્યુ કે, આવી ડિજિટલ લેન્ડિંગ એપના કિસ્સામાં મુખ્ય મુદ્દો લોન-રકમ નહીં પણ ડેટા એક્સેસ છે. આ કંપનીઓ ગ્રાહકોને સરળ લોન પૂરી પાડવાની સાથે સાથે ઉંચો વ્યાજદર વસૂલે છે. ફિનટેકને ગ્રાહકોનો ડેટા ઉપલબ્ધ થાય છે, જેમાં આધાર નંબર સહિત કેવાયસી ડોક્યુમેન્ટ સામેલ છે.
Leave a Reply