– લખનઉને 5 વિકેટથી ટીમની ડેબ્યૂ મેચમાં હરાવ્યું
– વટિયા-મિલર વચ્ચે 60 રનની મેચ વિનિંગ પાર્ટનરશિપ
IPL-15માં સોમવારે રમાયેલી મેચમાં ગુજરાત ટાઈટન્સે (GT) 5 વિકેટથી લખનઉ સુપર જાયન્ટ્સ(LSG)ને હરાવી દીધું છે. ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરતા LSGએ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 158 રન કર્યા હતા. જેને ગુજરાતની ટીમે 19.4 ઓવરમાં ચેઝ કરી મેચ જીતી લીધી છે. આ દરમિયાન GTના બેટર રાહુલ તેવટિયા અને ડેવિડ મિલર વચ્ચે 34 બોલમાં 60 રનની મેચ વિનિંગ પાર્ટનરશિપ થઈ હતી.
કૃણાલની બોલિંગ પર હાર્દિક કેચ આઉટ
ગુજરાત ટાઈટન્સને જીતવા માટે 159 રનનો ટાર્ગેટ મળ્યો હતો. તેવામાં 15 રનની અંદર 2 વિકેટ ગુમાવ્યા પછી હાર્દિક અને મેથ્યુ વેડ વચ્ચે 57 રનની પાર્ટનરશિપ થઈ હતી. પરંતુ લખનઉના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાએ પોતાના ભાઈ તથા ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાને આઉટ કર્યો હતો.
કૃણાલની ઓવરના પહેલા બોલ પર જ હાર્દિક લોફ્ટેડ શોટ મારવા ગયો હતો. જેનું ટાઈમિંગ ખાસ ન થતા લખનઉના મનીષ પાંડેએ તેનો કેચ પકડી લીધો હતો. તેવામાં શાનદાર લયમાં જોવા મળી રહેલા હાર્દિકની વિકેટ તેના જ ભાઈ કૃણાલે લીધી હતી.
LSGના હુડા અને આયુષ વચ્ચે શાનદાર પાર્ટનરશિપ
ગુજરાતે 29 રનમાં 4 વિકેટ ઝડપી લેતા દીપક હુડા અને આયુષે લખનઉની ઈનિંગ સંભાળી હતી. આ દરમિયાન તેમણે પાંચમી વિકેટ માટે 68 બોલમાં 87 રનની પાર્ટનરશિપ નોંધાવી હતી. જોકે ત્યારપછી હુડા 55 રન કરીને આઉટ થઈ ગયો હતો. જ્યારે આયુષ પણ ફિફ્ટી ફટકારી 54 રન કરી પેવેલિયન ભેગો થયો હતો. બંનેની શાનદાર ઈનિંગના પરિણામે લખનઉની ટીમ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 158 રન કરી શકી હતી.
કપિલ દેવના વિન્ટેજ કેચનો રિપ્લે
- શુભમન ગિલે લખનઉની ઈનિંગની ચોથી ઓવરના ત્રીજા બોલ પર એવિન લુઈસ (10)નો શાનદાર કેચ પકડ્યો હતો.
- ફાઈન લેગ પર ફિલ્ડિંગ દરમિયાન ગિલે લોન્ગ રન લઈને આ કેચ પકડ્યો હતો.
- શુભમનના આ કેચે 1983ના વર્લ્ડ કપમાં ભારતીય કેપ્ટન કપિલ દેવના કેચની યાદ અપાવી દીધી છે.
- કપિલે બાઉન્ડ્રી લાઇન તરફ દોડતી વખતે સર વિવિયન રિચર્ડ્સનો શાનદાર કેચ પકડ્યો હતો.
Leave a Reply