– ચાર કંપનીઓને ટ્રાયલ માટે સ્પેક્ટ્રમની ફાળવણી કરાઇ છે અને ટ્રાયલ ટૂંક સમયમાં પૂર્ણ થશે
– સ્પેક્ટ્રમની હરાજી ટૂંક સમયમાં થશે
સ્પેક્ટ્રમની હરાજી ટૂંક સમયમાં યોજાશે અને ફાઇવ જી સર્વિસ ચાલુ વર્ષના અંત પહેલા શરૃ થઇ જશે તેમ કોમ્યુનિકેશન મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન દેવુસિંહ ચૌહાણે આજે રાજ્યસભામાં જણાવ્યું હતું.
પ્રશ્ર કાળ દરમિયાન એક પૂરક પ્રશ્રનો જવાબ આપતા ચૌહાણે જણાવ્યું હતું કે ચાર કંપનીઓને ટ્રાયલ માટે સ્પેક્ટ્રમની ફાળવણી કરવામાં આવી છે અને ટ્રાયલ ટૂંક સમયમાં પૂર્ણ થશે.
પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઇને પણ આગામી હરાજી માટે પોતાની ભલામણો રજૂ કરવા જણાવવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે અમે ટૂંક સમયમાં હરાજી કરીશું. ચાલુ વર્ષનાં અંત સુધીમાં અમે દેશમાં ફાઇવ જી સર્વિસ શરૃ કરીશું.
પ્રધાને જણાવ્યું હતું કે સરકારી કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ(બીએસએનએલ) ચાલુ વર્ષે ફોર જી સર્વિસ શરૃ કરશે. છેલ્લા સાત વર્ષોમાં ટેલિકોમ સેક્ટરમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ડેટાના વપરાશમાં પણ વધારો થયો છે.
સરકારે ટેલિકોમ પીએસયુિ બીએસએનએલ અને એમટીએનએલને પુનર્જિવિત કરવાના તમામ પ્રયત્નો કર્યા છે. ફોર જી સર્વિસ શરૃ થવાના કારણે બીએસએનએલ સર્વિસની ગુણવત્તામાં પણ સુધારો જોવા મળશે.
Leave a Reply