– ત્રણ દિવસની મુલાકાતે કચ્છમાં હોઈ આજે ક્રિક તથા લખપતનું નિરીક્ષણ કર્યું
– બોર્ડર પિલર ૧૧૭૫ પર જવાનો સાથે રાત વિતાવીને ફરજ દરમિયાનની મુશ્કેલીઓ જાણી
કચ્છનો સિરક્રિક વિસ્તાર અતિસંવેદનશીલ છે જેના કારણે અહીં સુરક્ષાને લઈને ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવે છે. થોડા સમય પહેલા જ આર્મીના લેફટન્ટ જનરલ રાકેશ કપુર સિરક્રીકની મુલાકાત લઈ ગયા છે ત્યારે બીએસએફના મહાર્નિદેશક ગઈકાલાથી ત્રણ દિવસ સુાધી કચ્છની મુલાકાતે આવ્યા છે. જે અંતર્ગત પંકજકુમારે આજે હરામીનાલાનું નિરિક્ષણ કર્યું હતું.
મળતી માહિતી મુજબ તા. ૨૩ થી ૨૫ સુાધી તેઓ કચ્છમાં રહેશે. આ દરમિયાન તેઓ સીમા પર ચાલતા રસ્તા, પુલના કામ, ફેન્સીંગ તાથા બીઓપી સહિતના કામોનું પણ નિરિક્ષણ કરશે.જે અંતર્ગત આજે તેઓએ પાકિસ્તાની ઘુસણખોરો માટે સોફટ ટાર્ગેટ રહેલા ક્રિકના હરામીનાળાની મુલાકાત લીધી હતી. તે પહેલા તેમણે બોર્ડર પિલર ૧૧૭૫ પર જવાનો સાથે રાત વિતાવીને ક્રિકમાં ફરજ નિભાવવા દરમિયાન ઉભી થનારી સમસ્યાઓાથી અવગત થયા હતા. પંકજકુમારે લખપત, બોર્ડર પિલર-૧૧૬૪,૧૧૬પ,૧૧૬૬ તાથા ૧૧૬૯ પિલરની મુલાકાત લીધી હતી. હમારીનાલાના વર્ટીકલ અને હોરીઝોન્ટલ બ્રાન્ચ અને કેચમેન્ટ એરીયાના દલદલી વિસ્તારોમાં જવાનો સાથે પગે ચાલીને નિરીક્ષણ કર્યું હતું. આ સાથે તેમણે બિંદુવાર બોર્ડર ડોમિનેશન, બોર્ડર સિક્યોરીટી, ડિપ્લોયમેન્ટનું નિરીક્ષણ કરી તાથા વહીવટી તાથા ઓપરેશનલ જરૃરીયાતની સમીક્ષા કરી હતી. આ સમયે તેમણે ક્રિકમાં તૈનાત બીએસએફની જરૃરીયાતને જાણીને આવશ્યક મુદાને તત્કાલ મંજુરી પ્રદાન કરી હતી. હરામીનાલામાં તૈનાત બીએસએફ ટુકડીની હિંમત વાધારતા તેમણે જણાવ્યું હતુંકે, વર્ષ ૨૦૨૨માં અત્યારસુાધી બીએસએફ ભુજે આ એરીયામાંથી ૨૪ પાકિસ્તાની બોટ તાથા ૭ પાકિસ્તાની માછીમારોને પકડયા છે. જે આપણી સતર્કતા અને સીમા સુરક્ષા પ્રત્યે પ્રતિબધૃધતા દર્શાવે છે.
Leave a Reply