– હજારો લોકોને સુરક્ષા પ્રત્યે સજાગ કરવામાં આવ્યા
મુંદ્રા અદાણી પોર્ટ ખાતે 51મા રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. માર્ચમાં આયોજીત આ સુરક્ષા સપ્તાહ હેઠળ વિવિધ સુરક્ષાલક્ષી કાર્યક્રમો તેમજ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરક્ષા સપ્તાહ દરમિયાન પોર્ટના કામકાજ દરમિયાન જોખમ ટાળવા હેતુ એનેક આંતર માળખાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 16871 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
સેફ્ટી વીક યોજવાનો મુખ્ય ઉદ્દેશ કર્મચારીઓને ફરજ દરમિયાન સંપૂર્ણપણે સુરક્ષિત રાખવાનો હતો. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણીમાં પોર્ટ ઓપરેશન દરમિયાન સંભવિત જોખમને નિવારવા વિવિધ સૂત્રો અને સ્લોગનના બેનર્સ ઠેરઠેર લગાવવામાં આવ્યા હતા.
સુરક્ષા સપ્તાહ દરમિયાન સેફ્ટી રેલી, સેફ્ટી પ્લેજ અને વિવિધ ક્વીઝ કોમ્પિટીશન્સનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું. સ્પર્ધકોએ કૌન બનેગા સેફ્ટી ચેમ્પ, અસેસ ધ રિસ્ક, સેફ્ટી પોસ્ટર્સ ડ્રાઈંગ, સેફ્ટી ડ્રામા, ફન ગેમ્સ, ઈગલ આઈ કોમ્પિટીશન જેવી અનેક સ્પર્ધાઓમાં ઉમંગભેર ભાગ લીધો હતો. વિજેતાઓ સ્પર્ધકોને સેફ્ટી આઈકોન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
Leave a Reply