ઇક્વિટી અને પેસિવ ઇન્વેસ્ટમેન્ટ કેટેગરીમાં રોકાણકારોના ફોલિયોની સંખ્યામાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી છે. જો કે બીજી બાજુ નબળા વળતરના લીધે ડેટ મ્યુ. ફંડ્ના ફોલિયોની સંખ્યા 10 ટકા ઘટી છે.
એસોસિએશન ઓફ મ્યુ. ફંડ ઇન ઇન્ડિયા (એમ્ફી)ના આંકડા મુજબ ઇક્વિટી મ્યુ. ફંડ સ્કીમના કુલ ઇન્વેસ્ટર્સ ફોલિયોની સંખ્યા 30 ટકા વધીને 8.4 કરોડે પહોંચી ગઇ છે જે એક વર્ષ પૂર્વે 6.5 કરોડ હતી. ઇક્વિટી ફંડોમાં સતત રોકાણ, સંખ્યાબંધ નવા એનએફઓનું લોન્ચિંગ અને સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (સીપ) મારફતે નાના રોકાણકારોની વધતી ભાગીદારીને કારણે ઇન્વેસ્ટર્સ ફોલિયોની સંખ્યા સતત વધી રહી છે.
ફેબ્રુઆરી 2021થી અત્યાર સુધી ઇક્વિટી ફંડોમાં રૂ. 1.41 લાખ કરોડનું ચોખ્ખુ રોકાણ આવ્યુ છે. ચાલુ નાણાંકીય વર્ષે ઇક્વિટી ફંડ્સમાં દર મહિને સકારાત્મક મૂડપ્રવાહ રહ્યો છે અને જુલાઇથી ડિસેમ્બરમાં નવુ રોકાણ 20-20 હજાર કરોડ રૂપિયાથી વધારે રહ્યુ છે.
ઇક્વિટી ફંડોમાં સતત વૃદ્ધિની સાથે એસઆઇપીમાં પણ સમયની સાથે સ્થિર વૃદ્ધિ જોવા મળી છે. જેમાં છેલ્લા 12 મહિનામાં એસપીઆઇ મારફતે લગભગ રૂ. 1.3 લાખ કરોડનું રોકાણ આવ્યુ છે.
અન્ય સ્કીમના ફોલિયોમાં ઇન્ડેક્સ ફંડ, ગોલ્ડ ઇટીએફ અને ફોરેન ફંડ ઓફ ફંડ્સ સામેલ છે જેમના ફોલિયોની સંખ્યા બમણી થઇ ગઇ છે. એમ્ફીના આંકડા મુજબ ફેબ્રુઆરી 2022ના અંતે મ્યુ. ફંડ્સમાં રોકાણ કરનાર ફોલિયોની સંખ્યા વધીને 12.61 કરોડ છે જે વર્ષ પૂર્વેના સમાન મહિનામાં 9.61 કરોડ હતી.
Leave a Reply