પર્યાવરણલક્ષી વીજ ઉત્પાદન માટે અદાણી પાવર, આઈએચઆઈ અને કોવાનો સહયોગ

બે અલગ અલગ બળતણનુ કો-ફાયરીંગ કરી સંમિશ્રણથી  કાર્યક્ષમતા વધારવાનો ઉદ્દેશ

ગ્રીન હાઉસ ગેસ છૂટવાનુ પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટાડવા માટે સફળ અમલ

બળતણમાં ફેરફારની સંભવિત ટેકનિકલ અને આર્થિક  ક્ષમતા ચકાસવાનો પ્રયાસ

આ ફેરફાર વડે અદાણી પાવર મુંદ્રા કોલ ફાયર્ડ પાવર પ્લાન્ટ ખાતે 20 ટકા પ્રવાહી એમોનિયાના કો-ફાયરિંગ કરી ગુણોત્તર 100 ટકા મોનોફાયરિંગ સુધી લઈ જવાનું લક્ષ્ય  છે.

અદાણી પાવર લિમિટેડ (APL), આઈએચઆઈ કોર્પોરેશન અને કોવા કંપની લિમિટેડે (Kowa), અદાણી પાવર મુંદ્રા કોલ-ફાયર્ડ પાવર પ્લાન્ટ ખાતે 20 ટકા પ્રવાહી એમોનિયા કો-ફાયરિંગ ગુણોત્તર હાંસલ કરવા અને ત્યારબાદ આ ગુણોત્તરને 100 ટકા મોનોફાયરિંગ સુધી લઈ જવા માટે સમજૂતિના કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે.

APLનો ઉદ્દેશ વીજ ઉત્પાદનમાં બળતણ તરીકે એમોનિયાની સંભાવના ચકાસીને તેનું અમલીકરણ કરી ગ્રીન હાઈડ્રોજન મારફતે મેળવાયેલા એમોનિયાનો હાલના થર્મલ પાવર પ્લાન્ટમાં ઉપયોગ કરવાની શક્યતા ચકાસવાનો છે. કોવાએ હાઈડ્રોજનના ગ્લોબલ સર્વે અને એમોનિયા સંબંધિત ટેકનોલોજીના ગ્લોબલ સર્વેક્ષણને સમર્થન આપીને APL ખાતે તેનો વીજ ઉત્પાદનમાં ઉપયોગ કર્યો છે. આઈએચઆઈ કોર્પોરેશન તેના જાપાન ખાતેના કોલ ફાયર્ડ  પાવર પ્લાન્ટમાં એમોનિયા કો-ફાયરિંગ ટેકનોલોજીના ઉપયોગ અંગે સફળ નિર્દેશન કરી ચૂક્યું છે અને દુનિયાભરમાં કો-ફાયરિંગ ટેકનોલોજી સંબંધિ થઈ રહેલી પૂછપરછ અંગે પ્રતિભાવ આપી રહ્યું છે.

APLની કોલ-ફાયર્ડ એસેટસમાં ડી-કાર્બોનાઈઝેશન હાંસલ કરવા માટે વિવિધ અભ્યાસ મારફતે એમોનિયા કો-ફાયરિંગની શક્યતાઓને ધ્યાનમાં લઈને APLની કોલ-ફાયર્ડ એસેટસમાં ડી-કાર્બોનાઈઝીંગ તથા ભારતમાં આ ટેકનોલોજીનો અન્ય કોલ-ફાયર્ડ એકમોમાં અમલીકરણ કરવા અંગેની શક્યતાઓ તપાસવામાં આવી રહી છે.

“ઈન્ડિયા- જાપાન ક્લિન એનર્જી પાર્ટનરશીપ (CEP)” દ્વારા ભારત અને જાપાની સરકારો દ્વારા તા.19 માર્ચ, 2022ના રોજ કરવામાં આવેલી જાહેરાત મુજબ આ પ્રકારના અભ્યાસો મારફતે ભારતમાં કાર્બન ન્યુટ્રાલિટી ક્ષેત્રે યોગદાન આપવાનો ઉદ્દેશ છે. આ પ્રકારની પ્રવૃત્તિનો ઉદ્દેશ તમામ પ્રકારના ઉર્જા સ્રોતો અને ટેકનોલોજીસનો  ઉપયોગ કરીને ઉર્જા ક્ષેત્રે સહયોગને પ્રોત્સાહન આપી જાપાન અને ભારત વચ્ચે ભિન્ન પ્રકારનું અને વાસ્તવિક એનર્જી ટ્રાન્ઝીશન હાંસલ કરવાનો તથા ઉર્જા સુરક્ષા, કાર્બન ન્યુટ્રાલિટી અને આર્થિક વિકાસ હાંસલ કરવાનો છે. આ ઉપરાંત પક્ષકારોનો ઈરાદો જાપાનમાં થઈ રહેલા અમલીકરણને સમાંતર સંશોધન અને વિકાસ,  ડેમોન્સ્ટ્રેશન અને વ્યાપારી  ધોરણે કામગીરી કરીને  ફ્યુઅલ એમોનિયા  સપ્લાય ચેઈનનો  વૈશ્વિક સ્તરે વહેલું અમલીકરણ કરવાનો પણ છે.

અદાણી પાવર અંગેઃ

અદાણી પાવર એ વિવિધિકરણ ધરાવતા અદાણી જૂથનો હિસ્સો અને ભારતનું સૌથી મોટું થર્મલ પાવર ઉત્પાદક છે. કંપનીએ ગુજરાતમાં 40 મેગાવોટના સોલાર પ્લાન્ટ ઉપરાંત ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન અને છત્તીસગઢમાં પથરાયેલા 7 વિજમથકો મારફતે 13,610 મેગાવોટ વિજળીની ક્ષમતા સ્થાપિત કરી છે. વિજળીના દરેક ક્ષેત્રોમાં વિશ્વસ્તરના નિષ્ણાંતોની સહાય લઈને અદાણી પાવર તેની વૃધ્ધિની ક્ષમતા હાંસલ કરવાના પંથે છે. કંપની ટેકનોલોજી અને ઈનોવેશનનો ઉપયોગ કરીને દેશને વિજ ક્ષેત્રે  સરપ્લસ બનાવવામાં તથા ગુણવત્તાયુક્ત તથા પોસાય તેવા દરે તમામને વિજળી પૂરી પાડવા સજ્જ છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: