– વધુ ૧ સહિત કુલ મરણાંક ૧૦,૯૪૨
– ૩૩ જિલ્લામાં એકપણ નવો કેસ નહીં : ૧૫ જિલ્લા કોરોના મુક્ત : એક્ટિવ કેસ ૩૦૮
ગુજરાતમાં કોરોના હવે સંપૂર્ણપણે કન્ટ્રોલમાં આવી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના માત્ર ૧૦ નવા કેસ નોંધાયા છે. છેલ્લા ૬ મહિનામાં રાજ્યમાં નોંધાયેલા આ સૌથી ઓછા દૈનિક કેસ છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી એકમાત્ર મૃત્યુ ગાંધીનગરમાં નોંધાયું છે.
છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ ૬, વડોદરામાંથી ૩ જ્યારે સુરતમાંથી ૧ નવો કેસ સામે આવ્યો હતો. આમ, ૩૩ જિલ્લામાં એકપણ નવો કેસ સામે આવ્યો નથી. રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૧૨,૨૩,૭૯૦ જ્યારે કોરોનાથી કુલ મરણાંક ૧૦૯૪૨ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૨૭ દર્દી કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૧૨,૧૨,૫૪૦ દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ૯૯.૦૮% છે. રાજ્યમાં હાલ ૩૦૮ દર્દી કોરોનાની સારવાર હેઠળ છે જ્યારે ચાર દર્દીઓ વેન્ટિલેટર પર છે. નવસારી, અમરેલી, આણંદ, ભરૃચ, બોટાદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જુનાગઢ, ખેડા, મહીસાગર, મોરબી, નર્મદા, પોરબંદર, સુરેન્દ્રનગર એમ ૧૫ જિલ્લા હવે કોરોના મુક્ત છે. અમદાવાદમાં સૌથી વધુ ૬૨ દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે.
Leave a Reply