– એર ઇન્ડિયાએ ભારતીય ટ્રાવેલ એજન્ટોને બુકિંગ કરવાની મનાઈ ફરમાવી
– પ્રવાસીએાને ટિકિટ મોંઘી ન પડે તે માટે એર ઇન્ડિયાએ પગલું લીધું : નિર્ણયથી ગિન્નાયેલા ટ્રાવેલ એજન્ટો ધરણાં કરશે
ભારતની રાષ્ટ્રીય એર સર્વિસ પ્રોવાઈડર કંપની એર ઇન્ડિયાએ કેનેડા અને ઓસ્ટ્રેલિયા જનારાઓ માટેની ટિકીટ ભારતીય ટ્રાવેલ એજન્ટો ન કરી શકે તેવો વિચિત્ર નિર્ણય કર્યો છે. ટ્રાવેલ એજન્ટ એસોસિયેશન ઑફ ગુજરાતના ૧૦૦ અને ભારતના ૧૨૦૦૦થી વધુ ટ્રાવેલ એજન્ટો એર ઇન્ડિયાના પ્રસ્તુત નિર્ણય સામે વિરોધ નોંધાવવા અમદાવાદ શહેર સહિત ગુજરાતના જુદાં જુદાં વિસ્તારોમાં દેખાવો યોજવાનું આયોજન કરી રહ્યા છે.
ગુજરાતના ગૃહ ખાતા, અમદાવાદના પોલીસ કમિશનર અને કારંજ પોલીસ સ્ટેશને ૨૯મી માર્ચે એર ઇન્ડિયાની અમદાવાદની ઓફિસ બહાર દેખાવો કરવાની પરવાનગી આપવાની માગણી કરતા પત્રો પણ લખી દીધા છે. જોકે એજન્ટો ટિકીટના કાળાં બજાર કરતાં હોવાથી એર ઇન્ડિયાએ બુકિંગ કરવા પર રોક લગાવી હોવાનું જાણવા મળી રહ્યું છે.અલબત્ત ટ્રાવેલ એજન્ટોનું કહેવું છે કે થોડા એજન્ટોની ગેરરીતિઓ માટે તમામ એજન્ટોને દંડવાની એર ઇન્ડિયાની નીતિ ઉચિત નથી.
જોકે ઓસ્ટ્રોલિયા અને કેનેડા જવા માગતા પ્રવાસીઓ-ટ્રાવેલર જાતે ઓનલાઈન બુકિંગ કરાવી શકે તેવી વ્યવસ્થા એર ઇન્ડિયાએ કરી છે. ભારતીય ટ્રાવેલ એજન્ટોને મનાઈ ફરમાવીને વિદેશી ટ્રાવેલ એજન્ટોને એર ઇન્ડિયાની વેબસાઈટ પર સીધી બુકિંગ કરવાની છૂટ આપી હોવાથી ભારતીય ટ્રાવેલ એજન્ટો ગિન્નાયા છે.એર ઇન્ડિયાએ કોલ સેન્ટરના માધ્યમથી બુકિંગ કરવાની પણ છૂટ આપી છે. આ જ રીતે વિદેશના ટ્રાવેલ એજન્ટોને પણ એર ઇન્ડિયાની ટિકીટો બુક કરવાની છૂટ આપવામાં આવી છે. ટ્રાવેલ એજન્ટ ફેડરેશન ઑફ ઇન્ડિયાએ પણ તેની સામે વિરોધ નોંધાવ્યો છે. તેમણે એર ઇન્ડિયાના આ નિર્ણયનો ભારદના ટ્રાવેલ એજન્ટોના અપમાન તરીકે ઓળખાવ્યો છે. તેમણે વળતો આક્ષેપ કર્યો છે કે એર ઇન્ડિયાનું મેનેજમેન્ટ મનસ્વી રીતે બેફામ ભાડાં વદારો કર્યો ખરે છે. આ રીતે બુકિંગ એજન્સીઓના હક સાથે વારંવાર ચેડા ંકરી રહ્યા છે. આ સાથે જ ટ્રાવેલ એજન્ટોએ એર ઇન્ડિયાને મેનેજમેન્ટ સાથે આરપારની લડાઈ લડી લેવાનો નિર્ધાર કર્યો છે. ભારતમાંથી ઓસ્ટ્રેલિયા અને કેનેડ ાજઈને સેટલ થયેલા લોકોની સંખ્યા ઘણી જ મોટી હોવાથી ઓસ્ટ્રેલિયા અને કેનેડાને માટે ઊનાળું વેકેશનમાં મોટી સંખ્યામાં ટિકીટી બુક થતી હોવાથી એજન્ટો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાથી બુકિંગ પર અવળી અસર પડવાની સંભાવના હોવાનું પણ જોવા મળે છે.
Leave a Reply