લગભગ 11 બેંકોએ ચાર નાણાકીય વર્ષમાં લોનના વન-ટાઇમ સેટલમેન્ટ હેઠળ રૂ. 61,000 કરોડની વસૂલાત કરી છે, એવુ સરકારે સંસદમાં જણાવ્યુ હતુ. આ આંકડા છેલ્લા ત્રણ નાણાકીય વર્ષ અને ચાલુ નાણાકીય વર્ષના ડિસેમ્બર 2021 સુધીના છે.
રિઝર્વ બેંકની આદેશ મુજબ બેંકો પાસે મેનેજમેન્ટ બોર્ડે મંજૂર કરેલી લોન રિકવરી પોલિસી હોવી જરૂરી છે, જે સમાધાન દ્વારા વાટાઘાટ કરાયેલી પતાવટને આવરી શકે છે, જેમાં એનપીએની રિકવરી માટે વન-ટાઈમ સેટલમેન્ટનો સમાવેશ થાય છે.
નાણા રાજ્યમંત્રી ભાગવત કરાડે લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું કે, 11 રાષ્ટ્રીયકૃત બેંકો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, છેલ્લા ત્રણ નાણાકીય વર્ષો દરમિયાન 38,23,432 કેસોમાં વન-ટાઇમ સેટલમેન્ટ મંજૂર કરવામાં આવ્યુ હતુ. જે હેઠળ છેલ્લા ત્રણ નાણાંકીય વર્ષે ચાલુ નાણાંકીય વર્ષે ડિસેમ્બર 2021 સુધીમાં કુલ રૂ. 60,940 કરોડની વસૂલાત કરાઇ છે.
આ 11 બેંકોમાં પંજાબ નેશનલ બેંકે સૌથી વધુ 8.87 લાખ, ત્યારબાદ બેંક ઓફ ઈન્ડિયાએ 4.97 લાખ, બેંક ઓફ બરોડાએ 4.34 લાખ, ઇન્ડિયન બેંકે 4.27 લાખ, કેનેરા બેંકે 4.18 લાખ અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ 4.02 લાખ, યુનિયન બેંકે 2.99 લાખ; યુકો બેંકે 2.38 લાખ. ઇન્ડિયન ઓવરસીઝ બેંકે 1.33 લાખ, બેંક ઓફ મહારાષ્ટ્રે 63,202 અને પંજાબ એન્ડ સિંધ બેંકે 20,607 લોન કેસમાં વન-ટાઇમ સેટલમેન્ટ કર્યુ છે.
Leave a Reply