– ૨૧મી માર્ચ ‘વિશ્વ ડાઉન સિન્ડ્રોમ’ (આનુવાંશિક રંગસૂત્ર)ના દિવસે બાળ વિભાગે આવા બાળકના લક્ષણ, નિદાન અને ઉપચાર અંગે માહિતી આપી
અદાણી સંચાલિત જી. કે જનરલ હોસ્પિટલમાં પ્રતિમાસે માતા પિતાની આનુવાંશિક અસમાનતા (ડાઉન સિન્ડ્રોમ)થી પીડિત દર માસે સરેરાશ ત્રણ જેટલા બાળકોને સારવાર આપવામાં આવે છે.એમ હોસ્પિટલના બાળ વિભાગના તબીબોએ જણાવ્યું હતું.
જી કે જનરલ હોસ્પિટલના બાળ વિભાગના હેડ ડૉ.રેખાબેન થડાની અને રેસી. ડૉ કરણ પટેલે કહ્યું કે, માતા પિતા ના આનુવાંશિક રંગસૂત્રો (જીનેટિક ટ્રાયસોમી.21)ને કારણે આવું બાળક જન્મે છે.બાળકના શારીરિક દેખાવથી જ ખ્યાલ આવી જાય છે કે તેને ડાઉન સિન્ડ્રોમ છે.જેમ કે માથું વિશિષ્ટ પ્રકારનું,ગળું નાનું,દ્રષ્ટિ વિકાર(slating eyes), લાંબી જીભ, બોલવામાં તકલીફ વિગેરે હોય છે.
આગળ જતાં બાળકના શારીરિક વિકાસની ગતિ ઓછી થઈ જાય છે.ઘણીવાર થાયરોઈડ, હૃદય રોગ,સાંભળવાની શક્તિ ઓછી,બોલવાનું મોડેકથી શીખવું,ક્યારેક મોઢેથી શ્વાસ પણ લેતું હોય છે.
ડાઉન સિન્ડ્રોમના નિદાન અને ઇલાજ અંગે તેમણે કહ્યું કે.જો સમયસર ગર્ભ ધારણ કરવાથી આ સમસ્યાથી બચી શકાય છે.જેમ જેમ માતાની ઉમર વધે તેમ આ રોગ થવાની શક્યતા રહે છે.શિશુમાં ડાઉન સિન્ડ્રોમ ની સમસ્યા જાણવા ગર્ભ ધારણ કર્યા ના ૧૪ થી ૧૫ સપ્તાહમાં સોનોગ્રાફી કે અન્ય ટેસ્ટ થી જાણી શકાય છે.આ ઉપરાંત જુદા જુદા સબંધિત તબીબોના સહકારથી વિવિધ થેરાપી આપીને પણ બાળકને સારવાર આપી શકાય છે. લોકોમાં જાગૃતિ આવે એ હેતુસર સયુંકત રાષ્ટ્ર સંઘ દ્વારા આ મનાવવામાં આવે છે.પ્રતિ વર્ષે ૩જા મહિનાના એટલે કે માર્ચના ૨૧માં દિવસે ૨૧માં રંગસૂત્રના ત્રિગુણન (traysomi) ની વિશિષ્ટતા દર્શાવવા આ દિવસ મનાવવામાં આવે છે.
Leave a Reply