– હવે નિર્માણ રિવોલ્વર પૂલ 1.64 બિલીઅન યુએસ થયું
– સાત આંતર રાષ્ટ્રીય બેંક સાથેના આ કરાર સાથે રુણની સગવડ મળતા અદાણી ગ્રીન એનર્જીએ તેના બાંધકામ ધિરાણ માળખાને ૧.૬૪ બિલીઅન ડોલર વિસ્તાર્યુ
– અદાણી ગ્રીન એનર્જી લિ.ની એકંદર મૂડી વ્યવસ્થાપનની ફિલસૂફીને મજબૂતાઇ બક્ષવા સાથે ૨૦૩૦ સુધીમાં ઉર્જા સંક્રમણની ગતિ વધારવા માટેની વિકાસ કાર્યસૂચિના માર્ગને ગતિમાન બનાવે છે.
– આ સુવિધા મારફત રાજસ્થાન રાજ્યમાં સોલાર અને વિન્ડ રિન્યુએબલ પ્રોજેક્ટ્સના 450 મેગાવોટના હાઇબ્રિડ પોર્ટફોલિયોને ધિરાણ કરશે
– ગ્રીન લોનની આ સુવિધા સેકન્ડ પાર્ટી ઓપિનિયન પ્રોવાઈડર દ્વારા ISS ESG દ્વારા પ્રમાણિત છે, જેમાં પોષણક્ષમ અને સ્વચ્છ ઉર્જા અને જલવાયુ માટેના પગલામાં નોંધપાત્ર યોગદાન છે.
– COP26 ના ભાગ રૂપે એનર્જી કોમ્પેક્ટ લક્ષ્ય દીઠ પ્રતિજ્ઞાનુસાર ૨૦૩૦ સુધીમાં 45 ગિગાવોટ રિન્યુએબલ ઉર્જા ક્ષમતાના લક્ષ્યને હાંસલ કરવા માટે આ સવલતે અદાણી ગ્રીન એનર્જી લિ. ને મોખરાના સ્થાને મૂકી છે.
અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે આંતરરાષ્ટ્રીય ધિરાણકર્તાઓના અગ્રણી સમૂહ સાથે હસ્તાક્ષર કરેલ ચોક્કસ કરારો દ્વારા તેના નિર્માણાધીન રિન્યુએબલ એસેટ પોર્ટફોલિયો માટે ૨૮૮ મિલીઅન અમેરિકી ડોલરની સુવિધા વધારીને તેના બાંધકામ ધિરાણ માળખાને ૧.૬૪ બિલિઅન ડોલર સુધી વિસ્તાર્યું છે. શરૂઆતમાં આ સુવિધા અદાણી ગ્રીન એનર્જી લિ.દૃવારા રાજસ્થાનમાં સ્થપાાઇ રહેલા 450 મેગાવોટના સોલાર અને વિન્ડ રિન્યુએબલ પ્રોજેક્ટ્સના હાઇબ્રિડ પોર્ટફોલિયોને ધિરાણ કરશે.ગત માર્ચ ૨૦૨૧માં અદાણી ગ્રીન એનર્જી લિ.એ એશિયાના સૌથી મોટા પ્રોજેક્ટ ફાઇનાન્સિંગ સોદાઓમાં પૈકીના એકમાં ૧.૩૫ બિલીઅન ડોલરની બાંધકામ રિવોલ્વર સુવિધા આખરી કરી દીધી હતી.
નિશ્ચિત કરારો અનુસાર સાત આંતરરાષ્ટ્રીય બેંકો – બીએનપી પરિબાસ, કો-ઓપરેટીવ રેબો બેન્ક યુએ, ઇન્ટેસા સાન્પાઓલો એસપીએ,એયુએફજી બેન્ક લિ, સોસાયટી જનરલ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક અને સુમિટોમો મિટસુઇ બેંકીગ કોર્પોરેશન આ સુવિધા પુુરી પાડવા પ્રતિબદ્ધ છે જે એક પ્રમાણિત ગ્રીન હાઇબ્રિડ પ્રોજેક્ટ છે. લોન લિક્વિડિટીનો વિસ્તૃત પૂલ ઉર્જા સંક્રમણને વેગ આપવા સાથે સુસંગત રહીને તેના નિર્માણાધીન અસ્ક્યામતોના પોર્ટફોલિયોના વિકાસને ગતિમાન કરવાની કંપનીની વ્યૂહરચનાને મજબૂત બનાવે છે.
“બાંધકામ સુવિધા એ કંપનીની મૂડી વ્યવસ્થાપન યોજનાનું મુખ્ય ઘટક છે, જે અમને ડીકાર્બોનાઇઝિંગ પાવર જનરેશન પર ધ્યાન કેન્દ્રિત કરવા સક્ષમ બનાવે છે” એમ અદાણી ગ્રીન એનર્જીના મેનેજીંગ ડિરેકટર શ્રી વિનીત એસ જૈને જણાવ્યું હતું. “અમે ટકાઉ વૃદ્ધિ અને ઉર્જા સંક્રમણને ઉત્પ્રેરિત કરવા માટે સંકલ્પબધ્ધ છીએ. કંપનીએ 2030 સુધીમાં 45 ગિગાવોટ રીન્યુએબલ ઉર્જા પેદા કરવાની ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે, જે ભારત સરકારના રીન્યુએબલ એનર્જીના 450 દેશવ્યાપી લક્ષ્યાંકના દસ ટકા છે.
અદાણી ગ્રીન એનર્જી લિ.ના માળખાકીય વિકાસના આધાર સ્થંભ સમાન એક પ્રોજેક્ટ એક્સેલન્સ માળખું છે જે પર્યાવરણ,સામાજિક અને શાસન પાસાઓને આવરી લેતા યોગ્ય તમામ ઉચ્ચતમ આંતરરાષ્ટ્રીય ધોરણને અનુસરે છે. કંપની ટકાઉ વિકાસના લક્ષ્ય હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ છે અને તેને તેની વ્યૂહરચનાનાં વ્યૂહાત્મક સ્તંભોમાં સમાવિષ્ટ કર્યા છે. કંપનીનો લાંબા સમયનો વિકાસ પથ સસ્તા, ભરોસાપાત્ર અને આધુનિક ઉર્જા સેવાઓના સાર્વત્રિક પ્રવેશને સુનિશ્ચિત કરવા અને વૈશ્વિક ઉર્જા મિશ્રણમાં રીન્યુએબલ એનર્જીના હિસ્સાને નોંધપાત્ર રીતે વધારવાના લક્ષ્યો સાથે તાલમેલ સાધે છે.
અદાણી ગ્રીન એનર્જી લિ.ની ટકાઉ વ્યૂહરચના ગ્રીન લોન સિદ્ધાંતો સાથે બંધ બેસે છે અને એસેટ પૂલના ટકાઉપણાની ગુણવત્તા ‘અતિ ઉચ્ચ’ પારદર્શિતાના ધોરણો અને પોષણક્ષમ અને સ્વચ્છ ઊર્જા અને જલવાયુ માટેની કાર્યવાહીમાં નોંધપાત્ર યોગદાન સાથે આ સુવિધા બીજા પક્ષના અભિપ્રાય દ્વારા પણ પ્રમાણિત છે. મૂલ્યાંકન મુજબ કંપની રિન્યુએબલ એનર્જી ઉદ્યોગમાં મુખ્ય સરળ ટકાઉના મુદ્દાઓ પરત્વેના ઉચ્ચ ધારાધોરણો જાળવવામાં પાર ઉતરી છે.
સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકે મેન્ડેટેડ લીડ એરેન્જર અને દસ્તાવેજીકરણ તેમજ સંકલનકાર બેંક તરીકેની ભૂમિકા ભજવી છે.એમયુએફજી બેંક લિ. અને સુમિટોમો મિત્સુઇ બેંકીગ કોર્પોરેશનેે સંયુકત રીતે ટેકનિકલ સલાહકાર તરીકે ભાગ અદા કર્યો છે. વધુમાં બીએનપી પરિબાસ, કો-ઓપરેટીવ રેબો બેન્ક-યુ.એ., ઇન્ટેસા સાઓપોલો અને સાોસાયટી જનરલ દરેકે ધિરાણની સુવિધા સંબંધી વિવિધ ભૂમિકા અદા કરી છે.
અન્ય ભાગીદારોમાં લેથમ અને વોટકીન્સ એલએલપી અને સરાફ એન્ડ પાર્ટનર્સ બોરોઅર્સના જ્યારે લેન્ડર્સના ધારાશાસ્ત્રી લિન્કલેટર્સ અને સિરીલ અમરચંદ મંગલદાસ હતા.
ભારત સ્થિત અદાણી સમૂહનો એક હિસ્સો અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ ૨૦.૪ ગિગાવોટ ના એકંદર પોર્ટફોલિયો સાથે સૌથી મોટા વૈશ્વિક રિન્યુએબલ પોર્ટફોલિયો પૈકીનો એક ધરાવે છે, જેમાં ઓપરેટિંગ, અંડર-કન્સ્ટ્રક્શન, એવૉર્ડ અને એક્વિઝિશન હેઠળની સંપત્તિઓ ઇન્વેસ્ટમેન્ટ-ગ્રેડ કાઉન્ટરપાર્ટીઝનો સમાવેશ થાય છે. કંપની યુટિલિટી-સ્કેલ ગ્રીડ-કનેક્ટેડ સોલાર અને વિન્ડ ફાર્મ પ્રોજેક્ટ્સ વિકસાવે છે, બનાવે છે, માલિકી ધરાવે છે, સંચાલિત કરે છે અને જાળવે છે. કંપનીના મુખ્ય ગ્રાહકોમાં સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન અને વિવિધ રાજ્ય ડિસ્કોમનો સમાવેશ થાય છે. ૨૦૧૮ માં લિસ્ટેડ, અદાણી ગ્રીન એનર્જી લિ. આજે USD ૩૯ બિલિયન માર્કેટ કેપ કંપની છે જે ભારતને તેના COP21 લક્ષ્યોને પૂર્ણ કરવામાં મદદ કરે છે. મેરકોમ કેપિટલ, યુએસ સ્થિત થિંક ટેન્કે તાજેતરમાં અદાણી જૂથને વૈશ્વિક સોલાર પાવર જનરેશન અસ્ક્યામતોના માલિક નં.૧ તરીકે ગણાવી છે
Leave a Reply