– જિલ્લામાં તાપમાન ૪૦ ડિગ્રી પાર કરી જતાં લોકો બેબાકળા બન્યા
– એ.સી,પંખા, ફ્રીજ સહિતના ઉપકરણોનો ઉપયોગ વધતા ઉછાળો આવ્યો
કચ્છ જિલ્લામાં ઉનાળાનો પ્રારંભ થતાં જ એકાએક દૈનિક વીજ વપરાશમાં ભારે વાધારો થઈ ગયો છે. હાલે રોજનું એક લાખ યુનિટનું ભારણ વાધી જતાં વીજળીની ખપતમાં ઉછાળો આવ્યો છે.
કચ્છમાં ઉનાળો કાળો કેર વર્તાવતો હોય છે, માર્ચ થી જુન સુાધી તાપમાન ઉંચુ રહેતું હોવાથી લોકોને ઠંડક આપનારા ઉપકરણો ફરજિયાત વાપરવા પડતા હોય છે. અત્યારાથી ગરમીનો પારો ૪૧ ડિગ્રી પાર કરી ગયો છે ત્યારે લોકો દ્વારા ગરમીથી રાહત મેળવવા એ.સી, પંખા, ફ્રીજ સહિતના ઉપકરણોનો વપરાશ વાધારી દેવાયો છે. બીજીતરફ એગ્રીકલ્ચર, ઔદ્યોગિક એકમો સહિતનામાં પણ વપરાશ ઉંચકાયો છે. જેના કારણે દૈનિક ખપત વાધી ગઈ છે. આ અંગે પીજીવીસીએલના અિધક્ષક ઈજનેરના જણાવ્યા મુજબ વીજ ઉપકરણોનો વપરાશ વાધતા કચ્છમાં વીજમાંગવાધી છે. જે દૈનિક એક લાખ યુનિટ જેટલી થઈ ગઈ છે. બીજીતરફ લોકોને વીજ વિક્ષેપની મુશ્કેલી ગરમીમાં સહન ન કરવી પડે તે માટે પણ પુરતી તકેદારી સાથે આયોજન કરાયું છે.
Leave a Reply