ધોરણ 1 અને 2માં અંગ્રેજી વિષય દાખલ કરાશે, વિધાનસભામાં શિક્ષણમંત્રી વાઘાણીની જાહેરાત

– કેશુભાઈથી ભૂપેન્દ્રભાઈ સુધીની સરકારમાં શિક્ષણને વેગ મળ્યોઃ જીતુ વાઘાણી

ગુજરાત વિધાનસભામાં શિક્ષણ વિભાગની વર્ષ ૨૦૨૨-૨૩ની માંગણીઓ પરની ચર્ચા માટે શિક્ષણમંત્રી અંદાજપત્રીય પ્રવચન આપ્યું હતું. તેમણે આ સમયે જણાવ્યું હતું કે, આગામી સમયમાં ધોરણ 1 અને 2માં અંગ્રેજી વિષય દાખલ કરવામાં આવશે.

રાજ્યની શાળાઓના જન્મ દિવસની ઉજવણી થશે
જીતુ વાધાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી તાજેતરમાં ગુજરાતના પ્રવાસે હતા ત્યારે રાજ્યની શાળાઓના જન્મ દિવસની ઉજવણી કરવાનું સુચન કર્યું હતું. જેની અમલવારી કરવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે.અને શિક્ષણ વિભાગને સૂચના આપી છે.ત્યારે આગામી સમયમાં રાજ્યની શાળાઓના જન્મ દિવસની ઉજવણી થશે. તો બીજી તરફ જીતુભાઈ વાઘાણી એ હીજાબ મામલે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે હિજાબ ને લઈ કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા સુચન આપ્યા છે. તે મુજબ રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પણ શિક્ષણ વિભાગે પરિપત્ર કર્યો હોવાની કબૂલાત શિક્ષણ મંત્રી એ કરી છે.

કેશુભાઈથી શરૂ થયેલી ભુપેન્દ્ર ભાઈ સુધીની સરકારમાં શિક્ષણને વેગ મળ્યો
શિક્ષણ મંત્રી જીતુ વઘાણી એ જણાવ્યું હતું કે, કેશુભાઈથી શરૂ થયેલી ભુપેન્દ્ર ભાઈ સુધીની સરકારમાં શિક્ષણને વેગ મળ્યો છે. પહેલા વિપક્ષે પણ કર્યું હશે. જેને તાયફા કહેવાતા હતા, તેમાં હવે વાલીઓ દીકરીને સ્કૂલે મોકલે છે. વોટબેંકની રાજનીતિ નથી. નરેન્દ્ર મોદીએ દીકરીઓને ભણાવવાની ભીખ પણ માંગી હતી.અહીંયા પણ હાથ ઊંચા કારાવીએ તો ખબર પડે કે કેટલા 8 ધોરણ સુધી ભણ્યા છે. શિક્ષકો, ઓરડાની ઘટની વિપક્ષે વાત કરી છે.

ભૂતકાળમાં જેવી સ્થિતિ હશે તેવું તે સરકારે કર્યું હશે​​​​​​
ભૂતકાળમાં જેવી સ્થિતિ હશે તેવું તે સરકારે કર્યું હશે.શાળાઓ એક શિક્ષકથી ચાલે છે એવી વાતો થઈ. 754 શાળા એક શિક્ષકની કેહવાઈ છે, આવી શાળાઓમાં નજીકની શાળામાંથી શિક્ષકની વ્યવસ્થા કરી છે. જે શાળા માં 7,9,15,18 વિદ્યાર્થીઓ હોય ત્યાં શિક્ષકો અપાય? 583 શાળામાં નજીકની શાળામાંથી શિક્ષક જાય છે. 171 પ્રાથમિક શાળામાં 20 થી પણ ઓછા વિદ્યાર્થીઓ છે. શિક્ષણ મંત્રીએ 1993-1994 ના શિક્ષકો,શાળાની ઘટના આંકડા રજૂ કર્યા હતા.

શિક્ષકોને બિન શૈક્ષણિક કામ આપવાનું બંધ કરો
વિધાનસભા ગૃહમાં શિક્ષણ વિભાગની માંગણી પરની ચર્ચા દરિમયાન કૉંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખે જણાવ્યું હતું કે શિક્ષકોને રાજકીય કાર્યક્રમોમાંથી મુક્તિ આપો, સરકારી શાળાઓના મામલે દિલ્હીના આપ મોડેલને ગુજરાત સરકારે અનુસરવું જોઈએ. ધારાસભ્યોના એક વર્ષના પગાર જમા લઈ લો પણ શાળાઓ અને શિક્ષણને સુધારો.કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે વિધાનસભામાં જણાવ્યું હતું કે, શિક્ષણના મામલે ભાજપ અને કોંગ્રેસ ભૂલીને ભવિષ્યની પેઢીની ચર્ચા કરવી જોઈએ, શિક્ષકોને બિન શૈક્ષણિક કામ આપવાનું બંધ કરો.શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડમાં પણ સરકારની વાહ વાહ કરનારને જ મળે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: