આઈઓસીએ રશિયા પાસેથી 30 લાખ બેરલ ઓઇલ ખરીદ્યું

રશિયાના જંગી ડિસ્કાઉન્ટની ઓફર ભારતે સ્વીકારી

વિટોલે ભારતને 75 ડોલરના ભાવે ક્રૂડ વેચ્યુ હોવાની શક્યતા: ક્રૂડ તૂટીને 96 ડોલર

રશિયા-યુક્રેન કટોકટી પછીની સૌપ્રથમ ખરીદીમાં ભારતે રશિયા પાસેથી ત્રીસ લાખ બેરલ ઓઇલ ખરીદ્યુ છે. ભારતની રીફાઇનરી આઇઓસી (ઇન્ડિયન ઓઇલ પેટ્રોકેમિકલ (આઇઓસી)એ રશિયન ઉરલ્સનું 30 લાખ બેરલ ઓઇલ ટ્રેડર વિટોલ પાસેથી ખરીદ્યું છે. આ જોતા રશિયાની જંગી ડિસ્કાઉન્ટની ઓફર ભારતે સ્વીકારી લીધી લાગે છે. 

અગાઉ ફેબુ્રઆરીમાં આઇઓસીએ જણાવ્યું હતું કે તે ફિક્સિંગ વેસલ્સ અને વીમા અંગેની કોઈપણ જટિલતાઓ ટાળવા ડિલિવરી બેસિસે ઓઇલની ખરીદી કરશે. સૂત્રોએ જણાવ્યું હતું કે આઇઓસીને ઓઇલના કાર્ગો માટે ચૂકવણી કરવામાં કોઈ વાંધો આવે તેમ નથી.

તે કોમોડિટી તરીકે પ્રતિબંિધત નથી અને પ્રતિબંિધત કંપની પાસેથી ખરીદાયું નથી. આઇઓસીએ આ ઉપરાંત અબુધાબી સિૃથત મુરબન ક્રૂડ પાસેથી વીસ લાખ બેરલ ઓઇલની ખરીદી કરી છે અને નાઇજીરિયાની એપ્કો અને ફોર્કાડોસ પાસેથી પણ દસ-દસ લાખ બેરલની ખરીદી કરી છે. 

આ ઉપરાંત કેમરૂનની કોલ પાસેથી પણ દસ લાખ બેરલની ખરીદી કરી છે. 

રશિયા દ્વારા પશ્ચિમે પ્રતિબંધો લાદતા ઘણી કંપનીઓ અને દેશોએ તેના ઓઇલના દરવાજા બંધ કરી દીધા છે. તેના લીધે તેને અત્યંત ડિસ્કાઉન્ટે તેનું ક્રૂડ વેચવાની ફરજ પડી રહી છે. 

વિટોલે ભારતને 20થી 25 ડોલર ડિસ્કાઉન્ટે એટલે કે 75 ડોલરની આસપાસના ભાવે ક્રૂડ વેચ્યુ હોવાનું મનાય છે. આમ આ ભાવ ક્રૂડના 96 ડોલરના સરેરાશ ભાવની તુલનાએ ઘણો ડિસ્કાઉન્ટે કહી શકાય. મંગળવારે ક્રૂડ પણ લગભગ સાત ટકા જેટલું તૂટીને 96 ડોલર થઈ ગયું હતું 

યુકેએ રશિયામાં લક્ઝરી પ્રોડક્ટ્સની નિકાસ અટકાવી

યુકે સરકારે મંગળવારે રશિયાને નિકાસ કરાતી લક્ઝરી પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. રશિયન પ્રોડક્ટ્સ જેવી કે વોડકા વગેરે પર અત્યંત ઊંચા દરે વેરાના સ્વરૂપમાં આિર્થક પ્રતિબંધ લાદ્યો હતો. આ ઉપરાંત તેણે વધુ 370 રશિયન અને બેલારૂસના નાગરિકો પર પ્રતિબંધ લાદ્યા છે.

રશિયાનો વોડકા બ્રિટિશરોમાં ઘણી જાણીતી અને લોકપ્રિય પ્રોડક્ટ્સ છે અને જંગી વેરાના લીધે તેના પર વધારે અસર પડશે. નવા દરના લીધે રશિયન આૃર્થતંત્ર વૈશ્વિક વેપારથી અલગ પડી જશે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: