એનસીઇઆરટી દિલ્હી દ્વારા કચ્છના અગરિયા વિસ્તારમાં સંશોધન હાથ ધર્યું છે. જેના ભાગરૂપે વિભાગના અધિકારીઓએ કચ્છની શાળાઓની મુલકાત લીધી હતી. સ્પેશિયલ ન્યુઝ ગ્રુપ ઓફ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દિલ્હી દ્વારા સામાજિક-આર્થિક રીતે વંચિત જૂથો જેમ કે, ઐસસી-એસટી અને લઘુમતી તેમજ વિકલાંગ બાળકોના શિક્ષણના ક્ષેત્રમાં કામ કરવા માટે ચિંતિત છે. તેને ધ્યાનમાં રાખીને આ વિભાગે “ભારતમાં વિવિધ આદિવાસી અગરિયા જૂથોના સંશોધન” તરીકે પ્રાયોગિક શિક્ષણનું દસ્તાવેજીકરણ કરવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત ભારતમાં લુપ્ત થઈ રહેલી આદિજાતિ સહિત વિવિધ આદિજાતિ જૂથના સ્વદેશી જ્ઞાનનું અને પ્રથાઓનું અન્વેષણ કરવાનો ઉદ્દેશ છે. વિવિધ અગરિયા વિસ્તારના જૂથોનું શૈક્ષણિક- સામાજિક- આર્થિક- સાંસ્કૃતિક પાસાનો અભ્યાસ કરી શૈક્ષણિક પરિપ્રેક્ષ્યમાં સંબંધિત ડેટા એકત્રિકરણ કરવાનું આયોજનના ભાગરૂપે કચ્છની મુલાકાત લીધી હતી.તે માટે એનસીઇઆરટી દિલ્હીના ડૉ. રંજન બિશ્વાસ કચ્છના અગરિયા વિસ્તારમાં સંશોધનના હેતુસર અભ્યાસ માટે આવ્યા હતા.
જેમાં તેમણે કચ્છના વિવિધ અગરિયા વિસ્તારની શાળાઓની સાથે ખોડીયારનગર પ્રાથમિક શાળા-ભચાઉ, જંગી પ્રાથમિક શાળા-ભચાઉ, સુરજબારી પ્રાથમિક શાળા-ભચાઉ, ગાંધીધામ તાલુકાની મચ્છુનગર પ્રાથમિક શાળા અને ફ્રી-ટ્રેડ-ઝોન પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. તેમજ આગરીયા વસાહત અને વાલી મુલાકાત પણ લેવામાં આવી હતી. આ માટેનો સમગ્ર સંકલન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રચાર્ય સંજયભાઈ પી. ઠાકરે અને આઈ.એફ.આઈ.સી. શાખાના ડૉ. બિંદુબેન પટેલે કર્યું હતું. તેમજ આ સંશોધન માટે ઉપયોગી માહિતી એકત્રિકરણ કરવા માટે ભચાઉતાલુકાના બી.આર.સી વિજય પંડ્યા અને ગાંધીધામ તાલુકાના બી.આર.સી ભરતભાઈ ઠક્કર સાથે આ વિસ્તારના સી.આર.સી અને આચાર્યનો સહયોગ પણ સાંપડયો હતો.
Leave a Reply