– શિક્ષણમંત્રીના અધ્યક્ષસ્થાને આગામી બોર્ડની પરીક્ષાને લઇને સમીક્ષા બેઠક યોજાઇ
– આગામી ૨૮મી માર્ચથી શરૃ થનારી બોર્ડની પરીક્ષા અંગે માર્ગદર્શન
તા.૨૮મી માર્ચાથી ૧૨મી એપ્રિલ ૨૦૨૨ સુાધી યોજાનાર ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાને લઈને પરીક્ષાના આયોજનના ભાગરૃપે શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીના અધ્યક્ષસૃથાને વિડીયો કોન્ફરન્સના માધ્યમાથી ભૂજ ખાતે સમીક્ષા બેઠક મળી હતી તેમાં મુખ્યત્વે તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવીની સુવિાધા, વિદ્યાર્થીની સંખ્યા, બ્લોકની વ્યવસૃથા, પરીક્ષા કેન્દ્રો ખાતે કાયદાની વ્યવસૃથા પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરની અંતરે ઝેરોક્ષોની દુકાનો ઉપર પ્રતિબંધ અને કેન્દ્ર સૃથળમાં બિનઅિધકૃત વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ અંગેના જાહેરનામા, વિદ્યાર્થીઓ માટે વાહનવ્યવહારની સગવડો ની બાબત અને વીજ પુરવઠાની વ્યવસૃથા વગેરે બાબતો ઉપર ચર્ચા થઈ હતી.
આ તકે શિક્ષણમંત્રી દ્વારા વિદ્યાર્થીઓની વ્યવસૃથા અંગે ભાર મૂક્યો હતો તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની અંદર ડર ન રહે અને તેઓ ચિંતાથી દૂર રહે તે માટે તેમને શુભેચ્છા પત્રક આપવામાં આવશે. ‘જીવન આસૃથા’ વેબસાઈટ બાળકો અને વાલીઓ જુવે અને જાણે તેમાં બાધીજ સમજૂતી આપવામાં આવી છે તેનો ઉપયોગ કરે.
વાધુમાં જણાવ્યું હતું કે, જે સંવેદનશીલ અને અતિસંવેદનશીલ કેન્દ્રો છે ત્યાં પોલીસ વિભાગ દ્વારા જરૃરી વ્યવસૃથા કરવામાં આવે. ગામડાંના વિદ્યાર્થીઓને કોઇ પણ વાહન વ્યવહારની અવગડતા ન થાય તે માટે પણ જિલ્લા કલેક્ટર દ્વારા બસોની વ્યવસૃથા કરવાની રહેશે અને પ્રાઈવેટ વાહનોનો ઉપયોગ કરીને પણ વિદ્યાર્થીઓને કોઈપણ તકલીફ ન થાય તે માટેની વ્યવસૃથા કરવામાં આવશે
આ બેઠક્માં જીલ્લા શિક્ષણ અિધકારી ડો.બી.એન.પ્રજાપતિએ જણાવ્યું હતુંકે ‘એસ.એસ.સી પરીક્ષા માટે જીલ્લામાં કુલ ૩૬ કેન્દ્રો ઉપર ૩૦૭૩૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને એચ.એસ.સી પરીક્ષા માં કુલ ૧૭ કેન્દ્રો ઉપર ૧૩૪૯૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે’
Leave a Reply