– દીકરી અધવચ્ચે શાળા ન છોડે તે જોવા ખાતરી
અદાણી ફાઉંડેશનના શૈક્ષણિક ઉત્થાન પ્રોજેકટ સંલગ્ન મુંદ્રા અને નખત્રાણા તાલુકાની ૪૨ પ્રાથમિક શાળાઓમાં વિશ્વ મહિલા દિન નિમિત્તે આયોજિત ‘મધર્સ મીટ’ કાર્યક્ર્મમાં બાળકોના પરિવારની ૭૫૦ માતાઓ જોડાઈ હતી. અને તમામ માતાઓએ એક સુરે સંચાલકોને ખાતરી આપી હતી કે, બાળકોની ઘરે પણ સંભાળ લેવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
તમામ ૪૨ શાળાઓમાં એક જ દિવસે યોજાયેલા આ કાર્યક્ર્મમાં માતાઓએ વધુમાં કહ્યું કે, તેમની દીકરીઓ અધવચ્ચે શાળા છોડી ન જાય એ માટે ખાસ સંભાળ લેશે. આ પ્રસંગે ઉપસ્થિત માતાઓ પૈકી સમાજમાં વિશિષ્ટ સેવા પ્રદાન કરતી તમામ બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું.
૪૨ શાળાઓના ઉત્થાન સહાયકોના જણાવ્યા મુજબ પ્રતિમાસે બાળકોની પ્રગતિનો અહેવાલ આપવા મધર્સમીટ રૂપે માતાઓના સંપર્કમાં રહેવાય છે અને બાળકોના ભવિષ્ય માટે અવગત કરાવવામાં આવે છે. વર્ષ ૨૦૧૮થી કાર્યરત ઉત્થાન પ્રોજેકટ દ્વારા બાળકોના ઘડતરમાં રહેલા માતાઓના યોગદાનને ધ્યાનમાં લઈ દર મહિને વિવિધ આયોજન કરવામાં આવે છે. પરંતુ, આ દિવસે માતાઓએ કહ્યું કે, અસાંકે, બોરી મજા આવઇ, એતરો જ ન અસી પણ છોરે જો ધ્યાન રખબો આ પ્રસંગે શાળાના આચાર્ય, શિક્ષકો, ગામના સરપંચો, સભ્યો અને વડીલો જોડાયા હતા.
Leave a Reply