– હાલમાં કોરોના નિયંત્રણમાં આવતા
– આગામી એપ્રિલના અંત સુધીમાં દાદર-ભુજ વાયા પાલનપુર ટ્રેન શરૃ થવાની શક્યતા
કોરોના નિયંત્રણમાં આવતા રેલવે વિભાગ દ્વારા સંક્રમણને વાધતું અટકાવવા હેતુ ટ્રેનોના એસી કોચમાં પ્રવાસીઓને અપાતા બ્લેન્કેટની સગવડ બંધ કરવામાં આવી હતી તે પુનઃ શરૃ કરાતા હવેાથી પ્રવાસીઓને ફરીથી બેડીંગની સવલત મળશે ઉપરાંત આવતા માસના અંતમાં દાદર-ભુજ વાયા પાલનપુર ટ્રેન શરૃ થવાની સંભાવના સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
રેલવે બોર્ડમાં પેસેન્જર માર્કેટીંગના ડાયરેકટર વિપુલ સિંઘલ દ્વારા તમામ રેલવે ઝોનના જનરલ મેનેજરને પત્ર પાઠવીને જણાવ્યું હતું કે કોરોના કાળમાં સંક્રમણ ન ફેલાય તે માટે ટ્રેનોમાં બ્લેન્કેટ, લાઈનર્સ, પરદા સહિતની બેડીંગ સુવિાધાઓ બંધ કરી દેવાઈ હતી. પ્રતિબંધોને ડરાવીને પુનઃ કોરોના કાળ પહેલાની જેમ જ મુસાફરો માટે સગવડો શરૃ કરવામાં આવી રહી છે. ઉપરાંત સુત્રોના જણાવ્યા પ્રમાણે કચ્છ પ્રવાસી સંઘ દ્વારા જનરલ મેનેજર એ.કે.લોહારીને દાદર-ભુજ વાયા પાલનપુરની ટ્રેન આગામી એપ્રિલ માસના અંત સુાધીમાં શરૃ કરવામાં આવશે તેવા હકારાત્મક સંકેત અપાયા હોવાનું જણાવ્યું હતું.
Leave a Reply