Paytm પેમેન્ટ બેંક પર RBIની તવાઇ, નવા ગ્રાહકો બનાવવાની મનાઇ

દેશની ડીજીટલ પેમેન્ટ સીસ્ટમ, રોકાણ, નાણાકીય સેવાઓ ક્ષેત્રે સૌથી મોટી કંપની પેટીએમને મોટો ઝટકો લાગ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ડિજિટલ બેંકના સુપરવિઝન દરમિયાન કેટલીક ચિંતાજનક અને વાંધાજનક બાબતો મળી આવતા પેટીએમ પેમેન્ટ બેંક સેવાઓમાં નવા ગ્રાહકો નહી જોડવા માટે સુચના આપી છે.

રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર તાત્કાલિક ધોરણે અમલમાં આવે એ રીતે આ સૂચનાનું પાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. પેટીએમ પેમેન્ટ બેંક પાસે લગભગ આઠ કરોડ જેટલા ગ્રાહકો છે. રિઝર્વ બેન્કે પેટીએમને તેની આઈટી સીસ્ટમનું ઓડીટ કરવા માટે, આ ઓડીટ માટે એક કંપનીની નિમણુક કરવા માટે પણ સુચના આપવામાં આવી છે. રિઝર્વ બેંક આ ઓડીટના આધારે નિર્યણ લઇ ભવિષ્યમાં નવા ગ્રાહકો જોડવા કે નહી તેના અંગે ફેરવિચારણા કરશે.

નોંધનીય છે કે, ડિસેમ્બર 2021માં રિઝર્વ બેન્કને પેટીએમ પેમેન્ટ્સ બેન્કને શિડ્યુલ પેમેન્ટ્સ બેન્કનો દરજ્જો આપ્યો હતો. વિજય શેખર શર્મા દ્વારા સ્થાપવામાં આવેલી વન૯૭ કોમ્યુનિકેશન લીમીટેડ પેટીએમની વિવિધ સેવાઓ ચલાવે છે ને તેમાં પેટીએમ વોલેટ અને પેટીએમ પેમેન્ટ બેંક પણ તેની પેટા કંપની છે.

ભારતીય શેરબજારનો સૌથી મોટો આઇપીઓ લાવનાર કંપનીના શેરમાં રોકાણકારો 65 ટકા મૂડી ‘સાફ’ થઇ ગઇ છે. ગત વર્ષે કંપનીએ રૂ.૨૧૫૦ના ભાવે ઇસ્યુ બહાર પાડી રૂ.૧૮,૩૦૦ કરોડનો પબ્લિક ઇસ્યુ કર્યો હતો જેમાં રોકાણકારોને આજ સુધી વળતર મળી રહ્યું નથી. શેરનો ભાવ મહત્તમ ભાવ રૂ.૧૯૬૧ પહોંચ્યો હતો અને આજનો બંધ ભાવ રૂ.૭૭૪.૮૦ રહ્યો છે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: