– લખપત તાલુકામાં તાજેતરમાં ટેમ્પો ઉથલી પડતાં ઘવાયેલા ૩૦ બાળકોને ૨૦ મેડિકલ ટીમે સારવાર આપી સ્ટેબલ કર્યા
– ઈમરજન્સીમાં તબક્કાવાર કરાતી નિમણૂક
અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં કાર્યરત ઈમરજન્સી વિભાગમાં આવતા ગંભીર તથા અકસ્માતગ્રસ્ત દર્દીને તાત્કાલિક સારવાર અગર સલાહ મળી રહે તે માટે સક્રિય કરી જરૂરી સાધનો અને તબીબોની નિમણૂક કરવામાં આવી રહી છે.
આ વિભાગને સંભાળવા માટે નિયુક્ત સિની.રેસિ. સર્જન ડો. શ્યામ ત્રિવેદી અને ડો. હાર્દિક પટેલે કહ્યું કે, તાજેતરમાં જ લખપત તાલુકાનાં ઝૂલરાઈ ગામની નજીક બાળકોને લઈ જતો છોટા હાથી ટેમ્પો પલટી ખાઈ જતાં ૧૦થી ૧૮ વર્ષના ૩૦ બાળકો ઘવાયા હતા. તેમને જી.કે.માં લાવ્યા બાદ જુદા જુદા વિભાગના ૨૦ તબીબોએ તાત્કાલિક સારવાર આપી તમામને યથાવત(સ્ટેબલ) કરી દેવામાં આવ્યા હતા.
સર્જરી, ઓર્થો, એનેસ્થેસિયા, રેડિયોલોજી, નર્સિંગ સ્ટાફ, સહિત નાના મોટા તમામ વિભાગના તબીબોની મદદ લઈ બાળકોને થયેલી ઈજજા અનુસાર સારવાર અપાઈ. કેટલાક પ્રથમ નજરે ગંભીર ગણાતા કેસમાં રિફર કરીને પણ અભિપ્રાય લેવામાં આવ્યો અને જરૂર પડી તેમને દાખલ કરી એકાદ દિવસમાં જ રજા આપી દેવાઈ અને તમામને સુરક્ષિત કરાયા.
ઈમરજન્સી આઈ.સી.યુ.માં ઇન્ટેન્સિવિસ્ટ નિમાયા:
હોસ્પિટલના ઈમરજન્સી અને સઘન સારવાર માટે હેડ તરીકે ડો.અશોક જીલેડિયાની નિમણૂક બાદ ઈમરજન્સીમાં જ ચાલતા અત્યંત અગત્યના આઈ.સી.યુ. વિભાગ માટે આઈ.સી.યુ. ઇન્ટેન્સિવિસ્ટ તરીકે ડો. આયશાખાનને મૂકવામાં આવ્યા છે. તેઓ આ વિભાગની વ્યવસ્થા સંભાળશે. ડો. ખાને કરમસદથી એનેસ્થેસિયામાં એમ.ડી. કર્યું છે. ત્યારબાદ ૨ વર્ષ સફ્દરજંગ દિલ્લી હોસ્પિટલમાં કામ કર્યું છે. તેમજ કોઇમબત્તૂરમાં ફેલોશિપ કર્યું છે.
Leave a Reply