– જી.કે જન.અદાણી હોસ્પિટલમાં દર માસે સરેરાશ ૯૦૦ રક્ત બોટલની આવશ્યકતા
– કેમ્પ અને સ્થાનિકે સંતોષાતી જરૂરિયાત
અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલમાં થેલેસેમિયાના દર્દી તેમજ ઓપરેશન સહિતની ગતિવિધિ દરમિયાન દર મહીને ૯૦૦ જેટલી લોહીની બેગ્સની આવશ્યકતા રહે છે. આ નિયત હિસ્સો પરિપૂર્ણ કરવા હોસ્પિટલની બ્લડ બેંક દ્વારા રોજે રોજ આયોજન કરવામાં આવે છે.
જી. કે. જન હોસ્પિટલના બ્લડ બેંકના હેડ ડૉ.જીજ્ઞાબેન ઉપાધ્યાયે કહ્યું કે, આ જરૂરી જથ્થો એકત્રિત કરવા માટે બ્લડ બેંકના ઈન હાઉસ અને કેમ્પ દ્વારા તેમજ ગત માસના જથ્થાને આગળ ખેંચીને પણ દર્દીની જરૂરિયાત પૂર્ણ કરવામાં આવે છે.ગયા માસમાં ૬૦૬ બેગ્સ અર્થાત્ ૨ લાખ ૧૨ હજાર ૧૦૦ સી સી રક્ત એકત્રિત કરાયું હતું.
આ નિર્ધારિત જથ્થો કરછ જિલ્લામાં જુદા જુદા સ્થળોએ કેમ્પનું આયોજન કરી ૩૨૧ થેલી ભેગી કરવામાં આવી હતી. જ્યારે બ્લડ બેંકમાં ૨૮૫ થેલી રક્તદાતાઓએ આપી હતી.
મહિને ૪ શિબિર યોજવામાં આવી હતી.જેમાં ૧૪મી ફેબ્રુઆરીએ મુન્દ્રા સ્પીડી મોડસ લિ., ૧૭મીએ વાઘેશ્વરી મંદિર હબાય ખાતે,૨૧મીના રોજ ભુજ જાયન્ટસ ગ્રુપ અને ૨૬મીએ દહિંસરા શિવશકિત ગ્રુપ દ્વારા અનુક્રમે ૭૨,૫૧,૯૮ અને ૧૦૦ થેલી રક્ત ભેગું કરવામાં આવ્યું હતું.
વર્તમાન માર્ચ મહિનામાં પણ આ પ્રકારે જ આયોજન કરવામાં આવ્યું છે.આગામી દિવસોમાં કોઠારા,મુન્દ્રા અને રોટરી પરિવાર મારફતે રક્ત એકત્રિત કરાશે.
Leave a Reply