– ૧૦ વર્ષ બાદ વહીવટી મંજુરી મળી પરંતુ ફરી લોલીલોપ અપાઈ
– તત્કાલ પુરતા નાણાં નહીં ફાળવાય તો રાપર વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્યની કચ્છથી છેક દિલ્લી સુધી આંદોલન કરવાની ચિમકી
કરછ જીલ્લો ખેતી ઉપર આાધારિત તાથા સરહદી હોઈ સરહદના ગામો સુાધી પાણી પહોચાડવું અતિ આવશ્યક તેમજ જરૃરી છે તેમજ ભારતીય કિશાન સંઘના પ્રતિનિિધ મંડળે સરહદી ગામોનો પ્રવાસ કરેલો હોઈ ત્યારે લોકો પાણીના અભાવે હિજરત કરી રહ્યા હોવાનું જણાઈ આવ્યું છે.સુરક્ષાની દ્રષ્ટિએ આ બાબત અતિ ગંભીર હોઈ તાત્કાલિક છેવાડાના ગામોમાં પાણી નહી પહોચાડાય તો સરહદી ગામો પણ ખાલી થઈ જશે. કરછને નર્મદાનાં (હક્કના) વાધારાના એક મીલિયન એકર ફૂટ પાણી ફાળવવા રૃ.૪૩૬૯.૨૫ કરોડના કામની વહીવટી મંજુરી આપ્યા બાદ બજેટમાં રકમ ન ફાળવતા મુખ્યમંત્રીએ કચ્છના લોકોને મુર્ખ બનાવીને મજાક ઉડાડી હોવાનો આક્ષેપ રાપર વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા કરાયો છે.
તેમણે રોષ સાથે જણાવ્યું હતું કે, નર્મદાના નીર એ સમગ્ર કરછ માટે ભારે સંવેદનશીલ છે.સિંચાઇની કેનાલ દાયકાઓ પછી પણ પરિપૂર્ણ થઈ શકી નાથી.ચોમાસા દરમિયાન સમૂદ્રમાં વહી જતી જળરાશી માંથી એક-એક મિલિયન એકર ફિટ પાણી કરછ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને ફાળવવાની જાહેરાતને વર્ષોના વહાણા વીતી ગયા તે પછી સૌરાષ્ટ્રને સૌની યોજના હેઠળ અબજો રૃપીયાના ખર્ચે વાધારાના પાણી પહોચતા થઈ ગયા છે. પરંતુ કચ્છમાં હજી એજ દુકાળની સિૃથતી સર્જાય છે. ભર ઉનાળે કરછના જળાશયોમાં ટીપુએ પાણી ના હોય અને રાજકોટનો આજી ડેમ કે અમદાવાદની સાબરમતી નદીમાં નર્મદાની જળરાશિ લહેરાતી હોય એ દ્રશ્યો કચ્છ પ્રત્યેનો સરકારનો અન્યાય દર્શાવે છે. કચ્છ મુખ્ય શાખા નહેર ૩૫૭ કી.મી લંબાઇ ધરાવે છે તેમાંથી ૩૪૯ કિમીના કામો થયા તેમજ ૮ કી.મી ના કામો બાકી છે.બનાસકાંઠાથી આવતી મુખ્ય નહેર હજુ મોડકુબા સુાધી બની જ નાથી.સદર કામગીરી માટે ફળાઉ ઝાડના સંપાદનમાં રૃ.૨.૫૦ કરોડ ચુકવવા અંગે પણ હુકમો થવા છતાં હજુ ચૂકવાયાં નાથી આમ આૃધુરી કામગીરી તાત્કાલિક કરવામાં પણ શા માટે અન્યાય થઇ રહ્યો છે.આગામી ૨૫ વર્ષ સુાધી પણ નર્મદાના કામો પુરી થાય તેવી કોઈ શક્યતા દેખાઇ રહી નાથી ધરતીના તળમાં સચવાયેલું પાણી ઉલેચાતા એક તબક્કે દોઢસો થી બસ્સો ફૂટે મળતા પાણી ૭૦૦ ફૂટ ઉંડા ઉતરી ગયા છે અને ટી.ડી.એસ ૫૦૦ થી વાધીને ૧૭૦૦ થી ૧૮૦૦ થઇ ગયો છે.જેનાથી મોટી ચિંતા જોવા મળી રહી છે.આમ આગામી ટુંક સમયમાં વહીવટી મંજુરી મુજબના નાણાં ફાળવવામાં બાબતે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો સમગ્ર જીલ્લાના ખેડુતો , સંસૃથાઓ , ટ્રસ્ટો , વિવિાધ વર્ગો સહિત આમ પ્રજાને સાથે રાખી કરછ થી ગાંધીનગર સુાધી જરૃર જણાયે દિલ્લી સુાધી ઉગ્ર થી અતિઉગ્ર આંદોલન કરછની પ્રજાના હક્કના વાધારાના એક મિલિયન ફિટ નર્મદાના કામો માટે કરવામાં આવશે તેમજ ઉક્ત સમગ્ર મામલે કરછને શા કારણે અન્યાય કરવામાં આવ્યો તે બાબતે રાજય સરકાર ખુલાશો કરે તેવી ઉગ્ર માંગ રાપર વિાધાનસભા વિસ્તારના ધારાસભ્ય સંતોકબેન ભચુભાઇ આરેઠીયાએ કરી હતી.
Leave a Reply