– મહિલાઓને યશોદા એવોર્ડ અને હેલ્થ કીટનું વિતરણ
મુંદ્રા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી. અદાણી ફાઉન્ડેશન આઇ.સી.ડી.એસ. અને ઇનર વ્હિલ ક્લબ ઓફ મુંદ્રાના સંયુકત ઉપક્રમે મહિલા દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામા આવી. આ પ્રસંગે સામાજીક પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર સન્નારીઓને યશોદા એવોર્ડથી નવાજવામાં આવી, ઉપરાંત ઉપસ્થિત તમામ મહિલાઓના સ્વાસ્થ્યની સુરક્ષા પ્રદાન કરતી હેલ્થ કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
મહિલા દિનના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાષ્ટ્રસેવિકા સમિતિ-ક્ચ્છ બૌધ્ધિક વિભાગના પ્રમુખ હેતલબેન ભટ્ટે જણાવ્યું હતું કે ” સ્ત્રી એ રાષ્ટ્રની આભા શક્તિ છે, સ્ત્રીઓએ પોષણયુક્ત આહાર ખોરાક લેવો જોઈએ, જો સ્ત્રી તંદુરસ્ત હશે તો જ સ્વસ્થ્ય સમાજનો વિકાસ થશે. આજે સ્ત્રીઓને શુરતાની તાલીમ આપવાની પણ જરૂર છે.”
ઇનર વ્હિલ ક્લ્બ ઓફ મુંદ્રાના પ્રમુખ દીપ્તિબેન ગોર સહિત તેમની ટીમ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સમગ્ર બ્રહ્મસમાજ મહિલા મંડળના ઉપપ્રમુખ ડૉ. પુજાબેન જોષી અને પોલીસ કોન્સટેબલ મોહિનીબેને સૌને પ્રાસંગિક સંબોધન કર્યુ હતું.
આ કાર્યક્ર્મમાં સમાજમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનારી મહિલાઓને “યશોદા એવોર્ડ“ થી નવાજવામાં આવી હતી. દરમિયાન કાર્યક્રમમાં ઉપસ્થિત બહેનોને હેલ્થ કીટ આપીને તેમને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્ર્મનું સંચાલન અદાણી ફાઉન્ડેશનનાં દેવલબેન ગઢવી અને જાગૃતિબેન જોષી દ્રારા કરવામા આવ્યુ હતુ. કાર્યક્ર્મને સફળ બનાવવામાં ફાઉન્ડેશનના સીનીયર પ્રોજેક્ટ ઓફીસર મનહરભાઇ ચાવડા, પારસ મહેતા, પ્રકાશભાઇ મકવાણા, ડો.ડોડીયા, જશરાજભાઇ, રાજુભાઇ સોલંકી તથા આઇ.સી.ડી.એસ.ના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.
Leave a Reply