– ૨૦૧૯ એમ.બી.બી.એસ. બેચની હરિમિતા પટેલ ટી.ટી. ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી ધરાવે છે: રાષ્ટ્રીય સ્તરે રમી છે
અદાણી મેડિકલ કોલેજની ૨૦૧૯ની એમ.બી.બી.એસ. બેચની વિધાર્થીની હરિમિતા પટેલ ઇન્ટર કોલેજ યુનિવર્સિટી ટુર્નામેંટમાં ચેમ્પિયન બનતા કોલેજના ડીન સહિતના પ્રાધ્યાપકોએ અભિનંદન આપ્યા હતા.
આદિપુર તોલાણી કોલેજ ખાતે ૮મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે કે.એસ.કે.વી. કચ્છ યુનિવર્સિટી આયોજિત વર્ષ ૨૦૨૨ ઇન્ટર કોલેજ ટુર્નામેંટમાં ચેમ્પિયન બનતા તેની કારકિર્દી વધુ ઉજ્જવળ બની છે.
અદાણી મેડિકલ કોલેજના માઈક્રોબાયોલોજી વિભાગના આસી. પ્રોફે.અને કોલેજ વતી નિયુક્ત કો-ઓર્ડિનેટર શિલ્પાબેન સુપેકરે કહ્યું કે, હરિમિતા પટેલની ટેનિસ કારકિર્દી અભ્યાસક્ર્મ દરમિયાન ઉજજવળ રહી છે. શાળાકીય ક્ષેત્ર ૨૦૧૪થી ૨૦૧૯ દરમિયાન રમવાની તક મળી છે. ૨૦૧૫માં રાજ્ય સ્તરે ખેલ મહાકુંભમાં ભાગ લીધો છે. રાજીવ ગાંધી ખેલ અભિયાનમાં ૨૦૧૫માં રાષ્ટ્રીય સ્તરે ભાગ લીધો છે. રાજ્ય સ્તરે ખેલ મહાકુંભમાં ૪થો રેન્ક પ્રાપ્ત થયો હતો. આ ઉપરાંત ગુજરાત રાજ્ય સ્તરે ટેબલ ટેનિસ રેંકિંગ ટુર્નામેંટમાં ૨૦૧૪થી ભાગ લઈ રહી છે. અને હરિમિતાએ ૭માં ધોરણથી ટેબલ ટેનિસ રમવાનું શરૂ કર્યું છે.
Leave a Reply