– 5 વિદ્યાર્થીઓનું નખત્રાણા ખાતે સાંસદના હસ્તે સ્વાગત કરાયું
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે દેશના ઘણા છાત્રો યુક્રેનમાં ફસાઈ ગયા હતા જેમાં યુક્રેન ખાતે ફસાયેલા જીલ્લાના કુલ 30 વ્યક્તિઓ સુરક્ષિત પોતાના માદરે વતન કચ્છમાં પરત આવી ગયા છે. દરમ્યાન યુક્રેનથી પરત આવેલા છાત્રોનું સાંસદના હસ્તે અભિવાદન કરવામાં આવ્યું હતું.નખત્રાણાના શ્રેયા રોહિત ભાઈ ઠક્કર,તમન્ના મહેશભાઈ જોશી, શિવમ શૈલેષભાઈ ગોસ્વામી,નિલેશ શિવજીભાઇ પરગણું,ધર્મીત ધર્મેન્દ્ર ભાઈ જાની તેમજ પ્રિયકાન્ત શિવલાલ છાભૈયા સહિતના વિદ્યાર્થીઓ હેમ ખેમ પરત ફરતા તેઓનું નખત્રાણા સર્કિટ હાઉસ મધ્યે સાંસદ વિનોદભાઈ ચાવડા તેમજ તાલુકા ભાજપ દ્વારા સાલ તેમજ હાર પહેરાવી સ્વાગત કરાયું હતું અને સાંસદે ત્યાંની સ્થિતિનો વિદ્યાર્થીઓ પાસેથી ચિતાર મેળવ્યો હતો.
છાત્રોના વાલીઓના ચહેરાઓ પર અનેરી સ્મિત બાળકો પરત ફર્યાની ખુશી જોવા મળી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન મહેન્દ્રભાઇ ગઢવી, સદસ્ય પરસોત્તમભાઈ મારવાડા, નયનાબેન પટેલ, કરસનજી જાડેજા,રાજેન્દ્રસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ જયસુખ પટેલ, ઉપપ્રમુખ સંધ્યાબેન પલણ, નખત્રાણા ભાજપના દિલીપભાઈ પટેલ, હરિ સિંહ રાઠોડ, ભરતભાઈ સોમજિયાની, રાજેશ ભાઈ પલણ, ચંદનસિંહ રાઠોડ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
Leave a Reply