– કચ્છ એસટી તંત્રને ૮૦થી ૧૦૦ બસના ઓર્ડર અપાયાં
– ગ્રામ પંચાયતના સભ્યોને એસટી બસો ફાળવાતાં તા. ૧૧થી ૧૩ અનેક રૃટો પ્રભાવિત થશેઃ જિલ્લા-તાલુકા પંચાયતોના પ્રમુખો, સભ્યો માટે એ.સી. બસ
આગામી શુક્રવારે અમદાવાદ ખાતે ગુજરાત પંચાયત મહાસંમેલન યોજાવાનું છે. આ સંમેલનમાં વડાપ્રાધાન ઉપસિૃથત રહી ઉદબોધન કરવાના હોવાથી સમગ્ર રાજ્યમાંથી ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોને અનિવાર્ય રીતે મહા સંમેલનમાં હજાર રહેવાની સુચના ગુજરાત સરકારના પંચાયત ગ્રામ ગ્રહ અને નિર્માણ અને ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આપવામાં આવી છે. પંચાયતના સભ્યોને સંમેલનમાં લાવવા-લઈ જવા માટે રાજ્યભરમાંથી ત્રણ હજાર એસટી બસની વ્યવસૃથા કરવામાં આવી છે. આ મટો ૯૦ બસની ફાળવણી થઈ હોઈ બે દિવસ સુાધી જિલ્લાના લોકલ રૃટો પ્રભાવિત થવાની ભીતિ સેવાઈ રહી છે.
અગીયાર તારીખ યોજાનાર આ સંમેલનમાં એક જિલ્લામાંથી પંચાયતોના સરેરાશ બે હજાર સભ્યોને અમદાવાદ લઈ જવામાં આવશે. સંમેલનમાં મોટી મેદની ભેગી કરવાનું આયોજન હોઈ દરેક જિલ્લામાંથી ૮૦થી ૧૦૦ જેટલી બસના ઓર્ડર પંચાયતના સભ્યો લાવવા લઈ જવા માટે એસટી ડીવીઝન આપી દેવામાં આવ્યા છે. જિલ્લા અને તાલુકા પંચાયતન પ્રમુખો અને સભ્યો માટે એસી બસને વ્યવસૃથા કરવાની સુચના અપાઈ છે અને આ માટેની જવાબદારી જે તે જિલ્લા કલેકટર અને આરટીઓને સોંપાઈ છે. એસટી વિભાગ ખાનગી ટ્રાવેલ્સની બસો પણ મોટા પ્રમાણમાં ભાડે લેવામાં આવશે. પંચાયતના તમામ સભ્યોને ફાળવેલ કલર કોડ મુજબ આઈકાર્ડ આપવા, સ્ટેટ કંટ્રોલ રૃમ, જિલ્લા કંટ્રોલ રૃમ અને તાલુકા પંચાયત રૃમ ઉભો કરવા દરેક બસમાં વર્ગ-૩ના નોડેલ ઓફિસરની નિમણુંક કરવા સહિતની સુચના અપાઈ છે.
આ સંદર્ભે કચ્છ એસટીના સુત્રોના જણાવ્યા માટે કચ્છ એસ.ટી.ની ૯૦ બસની માગણી કરવામાં આવી છે અને ૧૧મીએ સવારે બસો ફાળવણી દેવામાં આવશે. ત્યાર બાદ ૧૩મીએ સવારે તમામ બસો પરત ફરશે, બે દિવસ સુાધી આ બસો ફાળવણી દેવામાં આવશે. ત્યાર બાદ ૧૩મીએ સવારે તમામ બસો પરત ફરશે બે દિવસ આ બસો સંમેલનમાં રોકાશે ત્યાં સુાધી કચ્છ જિલ્લાના અનેક રૃટો પ્રભાવિત થશે.
Leave a Reply