ગુજરાત ટાઈટન્સ Tata IPL 2022ની સૌથી મજબૂત દાવેદાર

આઈપીએલના ઈતિહાસમાં પ્રથમ વખત ગુજરાતની ઓફિશિયલ ટીમ રમવા જઈ રહી છે. આ અગાઉ ઉભી કરાયેલ ગુજરાત લાયન્સ એક વૈકલ્પિક ટીમ હતી. ગુજરાત ટાઈટન્સ 2022 ટાટા આઈપીએલની સૌથી મજબૂત દાવેદારી ધરાવતી ટીમ છે અને તેનું કારણ છે ટીમના મેચ વિનિંગ ખેલાડીઓ.

આ આશાવાદ અન્ય કોઈ નહિ પરંતુ વિશ્વના ટોચના ફાસ્ટ બોલર અને ગુજરાત ટાઈટન્નો હિસ્સો બનેલ ઘાતક બોલર કમ બેસ્ટમેન લોકી ફર્ગુસને Gujarat Samacharને એક એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુમાં વ્યકત કર્યો છે. ન્યૂઝિલેન્ડના ફાસ્ટ બોલરને 10 કરોડમાં ખરીદ્યો હતો.

ઈન્ટરવ્યુમાં ઓલરાઉન્ડર લોકી ફર્ગુસને પૂછવામાં આવ્યું કે આઈપીએલ કારકીર્દિને કારણે એક પ્લેયર તરીકે તમારામાં શું સુધારા-વધારા આવ્યાં છે ?

તેમણે કહ્યું કે આઈપીએલમાં ભારતમાં રમવાનો અનુભવ ખૂબ જ ભયંકર રહ્યો છે. અમે ન્યૂઝીલેન્ડમાં સૌથી ગરમ દિવસોમાં પણ મધબપોરે 25 ડિગ્રીમાં પ્રેક્ટિસ કરતા હતા અને અહિંયા આઈપીએલ સમયે સામાન્ય દિવસોમાં પણ 35 ડિગ્રીમાં પ્રેક્ટિસે ઘણું શીખવાડ્યું દીધું છે.

આટલા વર્ષોના અનુભવ પછી હવે પિચ પણ સમજાઈ રહી છે અને દરેક વેન્યુ પ્રમાણે અલગ અલગ ગેમ પ્લાન સાથે ઉતરી શકીએ છીએ.

ટાઈટન્સને ટાઈટન કઈ રીતે મળશે : ગુજરાતની મજબૂતાઈ શું છે ?

 દર વર્ષે દરેક ટીમ વધુ ને વધુ  મજબૂત બનતી જાય છે. ખેલાડીઓના પરફોર્મન્સને આધારે ટીમ મજબૂત બને છે. નવા યુવા ખેલાડીઓના ઉમદા પ્રદર્શનથી ટીમ બેલેન્સિંગ બને છે.

નવી ટીમ ગુજરાત ટાઈટન્સની વાત કરીએ તો અમારી ટીમ પાસે મોટા મેચ વિનરો છે. કેપ્ટન હાર્દિક, રાશિદ, રાહુલ, શંકર, અલ્ઝારી જોસેફ સિવાય અનેક યંગસ્ટર્સે ડોમેસ્ટિક લીગમાં મજબૂત પ્રદર્શન પણ દાખવ્યું છે.

સૌથી મોટી વાત અનુભવની સાથે ટોચના આ મેચ વિનરો કૂલ હેડેડ પણ છે એટલેકે તેઓ ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ મગજ શાંત કરીને ગેમને કાબૂમાં રાખવા પ્રયત્ન કરે છે.

ટીમની બોલિંગ અને બેટિંગ લાઈન અપ મજબૂત છે. ઓપનિંગમાં રોયની કમી ચોક્ક્સથી નડશે પરંતુ મોહમદ્દ શામી, અલ્ઝારી જોસેફ,  રાશિદની બોલિંગ વેરાઈટી ટીમને ખૂબ જ મજબૂત બનાવે છે

ગેમ પ્લાન :

મજબૂત બોલિંગ બેચને પગલે ટીમ કેપ્ટન અને કોચ સહિતના સ્ટાફને સામેના પ્રતિદ્ધવંધિની મજબૂતાઈને જાણીને પોતાનો બેસ્ટ બોલર તેમની સામે ઉભો કરવાની તક મળે છે. અલગ અલગ સ્ટેજ માટે અલગ ખેલાડીઓ અને ખાસ કરીને બોલિંગ બેચ ગુજરાત ટાઇટન્સ પાસે છે, જે સમગ્ર IPL 2022માં કી પોઈન્ટ હશે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: