– ભારત સરકાર દ્વારા ‘ઓપરેશન ગંગા ‘ હેઠળ
– પોલેન્ડથી રાજ ગોર અને રોમાનિયાથી ઈશા મલેકને સ્વગૃહે ભુજ પરત ફરવા સુધીની આપવીતી વર્ણવી
યુક્રેનની પ્રવર્તમાન યુદ્ધ પરિસિૃથતિમાંથી ભારત સરકાર દ્વારા ‘ઓપરેશન ગંગા ‘ હેઠળ આજરોજ ભુજ ખાતે સ્વગૃહે પરત ફરેલા મેડીકલના વિદ્યાર્થીઓ રાજ માધુકાન્ત ગોર અને મલેક ઇશા અમીનભાઇ સાથે કચ્છ મોરબીના સાંસદવિનોદભાઈ ચાવડાએ સાંત્વના ગોિ કરી હતી તેમની સાથે ભુજના નગરપતિ અને અગ્રણીઓ ઉપસિૃથત હતા.
‘ઓપરેશન ગંગા’ હેઠળ પોલેન્ડાથી રાજ ગોર અને રોમાનિયાથી ઈશા મલેકને સ્વગૃહે ભુજ પરત ફરવા સુાધીની આપવીતી સાંસદએ બન્ને પાસેાથી જાણી તેમને અને તેમની સાથે આવેલા રાજની માતા અને ઈશાના પિતા સાથે પણ સંવેદના સંવાદ કર્યો હતો.
રાજભાઇ ગોરે પોતાની આપવીતી જણાવતાં સરકાર દ્વારા વિનામૂલ્યે માદરેવતન પરત પહોંચવામાં જે મદદ કરી છે તેનો ઉલ્લેખ કરી ભારત અને રાજ્ય સરકાર તેમજ સંકળાયેલા તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. પોલેન્ડમાં શાઇની બોર્ડર પહોચવામાં તેમણે પ્રતિ વ્યક્તિ ચૂકવેલી મોટી રકમ અને વ્યાથા સામે વિનામુલ્યે સંવેદનાથી સ્વગૃહે પહોચાડવાના ‘ઓપરેશન ગંગાનો’ આ તકે તેમણે આભાર માન્યો હતો. ગંગાસ્વરૃપા તેમનાં મમ્મી જયશ્રીબહેન તેમજ ઈશા મલેકે પણ આ તકે સાંસદ તેમજ ડો. નિમાબેન આચાર્ય, જિલ્લા અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે યુક્રેનની પ્રવર્તમાન યુદ્ધની સિૃથતિમાં સાંસદ અને વિાધાનસભા અધ્યક્ષા અને વહીવટી તંત્ર દ્વારા કચ્છના યુવાનો માટે વિદેશ મંત્રાલયનો સંપર્ક કરી કચ્છ જિલ્લાના યુવાનો માટે મદદની રજુઆત કરાઇ હતી જેના ભાગરૃપે ભુજ સિટીમાં કુલ ચાર વિદ્યાર્થી પરત ફર્યા છે તેમજ અન્ય માટે પ્રયત્ન ચાલુ છે એમ આ કામગીરી સાથે સંકળાયેલા બાલક્રિષ્ન માતાએ જણાવ્યું હતું. વહીવટી તંત્ર તરફાથી નોડલ ઓફિસર કલ્પેશ કોરડીયા જણાવે છે કે, ‘કુલ ૧૨ વિદ્યાર્થી કચ્છ પરત ફયા છે બીજા ૯ યુક્રેન બહાર નીકળી ગયા છે તેમજ અન્ય મદદ માટે પ્રયત્ન ચાલુ છે.
Leave a Reply