– મહિલા સશક્તિકરણ દ્વારા બહેનો સમાજમાં પોતાનું યોગ્ય સ્થાન પ્રાપ્ત કરવા સક્ષમ
ભુજ ખાતે અદાણી સ્કિલ ડેવલોપમેન્ટ અને ઇન્નરવ્હીલ ક્લબ ઓફ ભુજના સંયુક્ત ઉપક્રમે મહિલા વીકની ઉજવણી કરવામાં આવી હતી.
આ વીકનું દીપ પ્રગટાવીને ઉદ્ઘાટન કરતાં મુન્દ્રા અદાણી સ્કિલ ડેવલોપમેન્ટના સેન્ટર હેડ સાગર કોટકે કહ્યું કે, સ્કિલ ડેવલોપમેન્ટ મહિલાઓમાં એવી ક્ષમતાનું રોપણ કરે છે. કે જેથી તેઓ સમાજમાં પોતાનું યોગ્ય સ્થાન સ્થાપિત કરી શકે. અને તે માટે રોજગારી શ્રેષ્ઠ માધ્યમ છે. એ મારફતે જ સશક્તિકરણની ઝુંબેશ પ્રબળ બનાવી શકાશે. સ્કિલ ડેવલોપમેન્ટ દ્વારા કચ્છમાં વિવિધ રોજગારીની તકો નિર્માણ કરી કચ્છમાં મહિલા સશક્તિકરણની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે મહિલાઓને પોતાનું જીવન નક્કી કરવાની સ્વતંત્રતા આપે છે.
કાર્યક્ર્મના આયોજક અદાણી સ્કિલ ડેવલોપમેન્ટના ટ્રેનર કિન્નરીબેન ઊમરાણિયાએ કર્યું હતું.તેમજ બ્યુટી થેરાપીસ્ટ કોર્ષની માહિતી આપી હતી. ઇન્નરવ્હીલ ક્લબના પ્રમુખ રચનાબેન શાહે ખાસ હાજરી આપી મહિલા સશક્તિકરણની દિશામાં આગળ વધવા અપીલ કરી હતી. કાર્યક્ર્મનું સંચાલન કૃપાલીબેન સોનીએ કર્યું હતું.
Leave a Reply